તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • As The Condition Of Corona Stabilized In Navsari District, 21 Thousand Children Were Admitted On The First Day Of Primary School

શાળા શરૂ:નવસારી જિલ્લામાં કોરોનાની સ્થિતિ સ્થિર થતાં પ્રાથમિક શાળાની શરૂઆત થતા પ્રથમ દિવસે 21 હજાર બાળકોએ પ્રવેશ કર્યો

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 34 હજાર 824 જેટલા ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ પૈકી આજે 21 હજાર 862 વિદ્યાર્થીઓની હાજરી નોંધાઇ

કાળમુખા કોરોનાને કારણે શૈક્ષણિક પ્રવૃત્તિ બંધ થઈ હતી અને બાળકોને ફરજિયાત ઓનલાઇન શિક્ષણ મેળવવાનો વારો આવ્યો હતો. જ્યારથી અમલી બન્યું હતું ત્યારથી સરકારે ઓફલાઈન શિક્ષણ બંધ કરી ઓનલાઇન શિક્ષણ શરૂ થયું હતું.

જેમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અને ડાઉટ ક્લિયર થતા ન હતા ત્યારે રાજ્ય સ્તરે કોરોનાની સ્થિતિમાં સુધારો થતા અને નવસારી જિલ્લો પણ કોરોના મુક્ત બનતા ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થયા છે.

જેમાં પ્રથમ દિવસે બાળકોએ સ્મિત સાથે શાળામાં પ્રવેશ કર્યો હતો. જિલ્લામાં શાળાની શરૂઆત થતા 21 હજાર બાળકો શાળામાં પ્રવેશ કર્યો હતો.કોરોનાની સ્થિતિ સ્થિર બનતા રાજ્ય સરકારે તબક્કાવાર શિક્ષણ કાર્ય શરૂ કર્યું હતું જેમાં પ્રથમ તબક્કામાં ધોરણ 12ના વર્ગો ને મંજૂરી આપી હતી ત્યારબાદ ધોરણ 9 અને11,10 ની શરૂઆત કરવામાં આવી હતી, હવે ત્રીજા તબક્કામાં ધોરણ 6થી 8 ના વર્ગો આજથી શરૂ કરવામાં આવ્યા છે.સોશિયલ ડિસ્ટન્સની પૂરતી તકેદારી રાખીને શિક્ષણ કાર્યની શરૂઆત કરી છે.

આશરે દોઢ વર્ષ બાદ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ શાળાએ પરત ફરતાં જાણે શાળા સ્કૂલ ચેતનવતી બની હોય તેમ શિક્ષકો પણ શિક્ષણકાર્ય શરૂ થયું તે માટે તંત્રનો આભાર માની રહ્યો છે.નવસારી જિલ્લામાં કુલ 409 શાળાઓ આવેલી છે. જેમાં ધોરણ 6થી 8ના 34 હજાર 824 વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા છે, જે પૈકી આજે 21 હજાર 862 વિદ્યાર્થીઓની હાજરી નોંધવામાં આવી છે. કેટલાક વાલીઓ કોરોનાની અસરને કારણે શાળામાં બાળકોને મોકલવાથી ડરી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં ધોરણ 6થી 8માં 100% ટકા હાજરી થશે તેવો આશાવાદ શિક્ષણ વિભાગ દ્વારા સાચવવામાં આવ્યો છે.

શહેરની એબી સ્કૂલના પ્રિન્સિપાલ ચેતના પટેલના જણાવ્યા મુજબ, શાળા બિલ્ડીંગને જાણે નવો પ્રાણ આવ્યો હોય તેમ આજે ધોરણ 6થી 8ના બાળકોનો શાળામાં પ્રવેશ થતા શિક્ષણ કાર્યની શરૂઆત થઈ છે. શિક્ષકોને પણ આનંદ છે અને ઓફલાઈન શિક્ષણ જે રીતે પરંપરાગત રીતે વર્ષોથી ચાલ્યું આવ્યું છે તે સાચી શિક્ષણ પદ્ધતિ છે. છેલ્લા દોઢ વર્ષથી બાળકોને ઓફલાઈન ભણવાનો વારો આવ્યો હતો, ત્યારે કોરોનાના કેસ ઓછા થતાં રાજ્ય સરકારે શાળા શરૂ કરવાની પરવાનગી આપતા બાળકોને અમે સોશિયલ ડિસ્ટન્સ અને પૂરતા નિયમો સાથે આવકાર્યા છે.

અન્ય સમાચારો પણ છે...