તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સાંસદે કલાસ લેતાં જ પાલિકાના 20 નારાજ સભ્યો સીધા દોર થયા

નવસારી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમુક સભ્યોના નામ કમિટીના ચેરમેનપદેથી દૂર થયા હતા

નવસારી-વિજલપોર પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર સામાન્ય સભા ઓનલાઇન મળી અને વિવાદનું કારણ પણ બની હતી. અમુક પૂર્વ નગરસેવકોએ પોતાના માનીતાઓને સારી કમિટીનું ચેરમેનપદ મળે તે માટે જોર લગાવી સફળ પણ રહ્યાં હતા. જેને કારણે સામાન્ય સભામાં કમિટીના ચેરમેનના નામ બદલાઈ જતા વિજલપોર વિસ્તારના 20 સભ્યએ રાજીનામુ આપવા સુધીની વાત આવી ગઈ હતી. જલાલપોરના ધારાસભ્ય અને સાંસદ વચ્ચેનો ખટરાગ જાહેર થયો હતો.

જેમાં અંતે સાંસદ સી.આર.પાટીલે આ નારાજ નગરસેવકોને ખાનગી ફાર્મ હાઉસમાં બોલાવીને કલાસ લેતા નગરસેવકોને જવાબદારીનું ભાન કરાવતા સોમવારે તમામ 20 નગરસેવકો માની ગયા અને કમલમમાં આવી ભાજપના અગ્રણીઓ સાથે કોઈ ખટરાગ નથી તેમ જણાવીને કમિટીના સુકાન સંભાળી લીધા હતા. જોકે આ ઘટનાને પગલે જલાલપોરના ભાજપ અગ્રણીઓમાં નિરાશાની લાગણી ફેલાઇ હતી. જલાલપોરના ધારાસભ્યને પણ સાંસદ અને હાલ પ્રદેશ પ્રમુખે થોડામાં ઘણું સમજાવી દીધું હોય હાલ આ વિવાદ ટળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...