તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગિરિમથકની મોજ:આંશિક અનલોક અમલી થતા જ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓની ચહલપહલ વધી

નવસારી2 મહિનો પહેલા
  • આંશિક લોકડાઉનના કારણે એક મહિનાથી સાપુતારા સુમસામ હતું
  • પ્રવાસીઓની અવરજવર શરૂ થતા વેપારીઓએ રાહત અનુભવી

કોરોનાની બીજી લહેરમાં સાપુતારા ખાતે વેપારી મંડળ દ્વારા લગાવેલ આંશિક લોકડાઉન બાદ સરકારી જાહેરાતને લઈને મહિનાથી સાપુતારા સુમસામ હતું, જોકે રાજ્ય સરકારે લોકડાઉન હળવું કરતાજ ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓની ચહલપહલ વધી છે. એક તરફ છેલ્લા બે મહીનાથી વેપાર ધંધા વગર બેસેલા વેપારીઓ અને રોજગારી મેળવતા લોકોને રાહત મળી છે જ્યારે ઘરમાં કેદ થઈને બેસેલા શહેરીજનો પણ લોકડાઉન થી મુક્ત થતા હવાખાવાના સ્થળે જઈને મન પ્રફુલ્લિત કરી રહ્યા છે.

પ્રાકૃતિક સૌંદર્ય સાથે સાપુતારના આહલાદક વાતાવરણને માણવા આવેલ લોકો પરિવાર સાથે કોરોનાની ઘાતક બીજી લહેર ભૂલી ને હળવાશ અનુભવી રહ્યા છે. સાપુતારા ખાતે આવેલ વિવિધ પોઇન્ટ ઉપર હાલ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે, બોટિંગ પેરાગલાઇડિંગ ની મજા માણતા લોકો મહામારી થી માનસીક તાણ અનુભતા લોકો કુદરતી સૌંદર્ય સાથે એડવેન્ચર એક્ટિવિટી માણી ખુશી અનુભવી રહ્યા રહ્યા છે.

બીલીમોરા થી ફરવા આવેલા ક્રિષ્ના મોદીના જણાવ્યા મુજબ છેલ્લા અનેક સમયથી તેઓ ઘરે રહીને કંટાળી ગયા હતા જેથી સાપુતારા નજીકનું ગિરિમથક હોય અવારનવાર તેઓની અહીં આવે છે પણ કોરોનાની મહામારી ને કારણે છેલ્લા અનેક સમયથી તેઓ અહીં આવી શક્યા ન હતા જેથી હવે સરકારે છૂટછાટ કરતા સાપુતારામાં પરિવાર સાથે મોજ માણી રહ્યા છે.

હાલ આગ ઝરતી ગરમીમાં ગિરિમથક સાપુતારામાં ઠંડકનો અહેસાસ કરવા માટે દૂર-દૂરથી સહેલાણીઓ આવતા હોય છે ત્યારે દરેક સહેલાણીઓ સામાજિક અંતર અને કોરોના ને લગતા નિયમો નું પાલન કરવું ખૂબ જરૂરી બન્યું છે જેથી બેદરકાર ન બનીને જાગૃત નાગરિક તરીકે ત્રીજી લહેરને રોકવું એ આપણા સૌની ફરજ બની છે.

અન્ય સમાચારો પણ છે...