તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:નવસારી શહેરમાં સામાન્ય વરસાદ પડતા જ ભુવા પડવાની શરૂઆત, વાહનચાલકોની મુશ્કેલી વધી

નવસારી3 મહિનો પહેલા
  • જલાલપોર પોલીસ ચોકી અને ગાયત્રી મંદિર પાસે ભુવા પડ્યા

નવસારી શહેરમાં વરસાદી મોસમમાં ભુવા પડવું આમ વાત છે ત્યારે દર વર્ષની આ પરંપરા આ વર્ષે પણ અકબંધ રહેવા પામી છે,સ્ટેશન વિસ્તારમાં આવેલા બંદરરોડ જતા રોડ પર ભૂવો પડતા વાહનવ્યવહાર ને અસર થઈ હતી,સાથે ભુવો ઊંડો હોઈ બાઈક ચાલક સીધો જ ગરકાવ થઈ શકે તેવી ભીતિ ઉભી થઇ છે.સાથે બીજો ભુવો પહેલા ભુવાથી 400 મીટરના અંતરે પડ્યો છે.

આ વિસ્તારમાં ગાયત્રી મંદિર આવેલું છે એટલે દિવસ દરમિયાન અનેક લોકો અહીં દર્શનાર્થે આવે છે એટલે પાલિકા વહેલી તકે ભુવાઓનું સમારકામ કરે તે જરૂરી છે. દર વર્ષે વર્તમાન જે જગ્યાએ ભુવો પડ્યો છે ત્યાં છેલ્લા 2 વર્ષ થી ભુવો પડે જ છે.

પણ આ મામલે પાલિકા કોઈ નક્કર કામગીરી હાથ ધરાઈ નથી,ત્યારે શહેરમાં ઠેકઠેકાણે ભૂંવો પડવાનું ક્યારે થમશે તે યક્ષ પ્રશ્ન છે. હજુ સિઝનનો માંડ 10 ટકા વરસેલા વરસાદમાં જો શહેરના રોડ રસ્તા જર્જરિત અને બિસ્માર બન્યા છે તો હજુ 90 ટકા વરસાદમાં શહેરના માર્ગોની શું પરિસ્થિતિ થશે તે અંગે શહેરીજન ચિંતિત છે.

અન્ય સમાચારો પણ છે...