નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ગઈકાલે રાજ્યપાલ આચાર્ય દેવ્રત પદવીદાન સમારોહમાં હાજર રહ્યા હતા ત્યારે સ્ટેજ પર જતા પહેલા તેમને આવકારવા માટે પોલીસ મેન્યુઅલ પ્રમાણે ટન આઉટ કાર્યક્રમ આપવામાં આવે છે જેમાં પોલીસ કર્મચારીઓ સૌ પ્રથમ સલ્યુટ કરીને આવકાર આપવામાં આવે છે.કૃષિ યુનિવર્સિટી ખાતે ખંતપૂર્વક કામગીરી કરનાર 33 જેટલા કર્મચારીઓને આર્થિક પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. જિલ્લા પોલીસવાળાને મળેલી સત્તાની રૂવે તેમને આર્થિક પુરસ્કાર અને પ્રમાણપત્ર માટે તેમના નામોની જાહેરાત કરવામાં આવી છે.
પોલીસ વિભાગમાં કાર્યરત કર્મચારીઓને તેમની કારકિર્દી દરમિયાન ક્યારેક જ સન્માનિત અને પુરસ્કૃત કરવામાં આવે છે ત્યારે હાલમાં જ ઇન્ચાર્જ એસપી તરીકે ફરજ બજાવતા ડો.કરણરાજ વાઘેલાએ ગઈકાલે કૃષિ યુનિવર્સિટીમાં આયોજિત પદવીદાન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત નું અભિવાદન ખંતપૂર્વક કરનાર પોલીસ કર્મીઓને આર્થિક રીતે પુસ્કૃત કર્યા છે જેમાં એક કર્મચારીને 500+GST રૂપિયા તથા અન્ય 32 કર્મચારીઓને 100+GST સાથે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા છે. આર્થિક પુરસ્કાર ભલે નજીવી રકમ હોય પરંતુ જિલ્લા પોલીસવાડા દ્વારા આપવામાં આવેલું સન્માન પોલીસ કર્મચારીઓ માટે સૌથી ઊંચું હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.