તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • As Many As 14 Couples Have Registered For The Local Body Elections In Navsari, 2 Father son Duo Are Also Keen To Become Corporators.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાવેદારી કરવામાં દંપતી અવ્વલ:નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 14 જેટલા દંપતીઓએ દાવેદારી નોંધાવી, 2 પિતા-પુત્રની જોડી પણ નગરસેવક બનવા ઉત્સુક

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સૌથી વધુ 13 નંબરના વોર્ડમાં 6 દંપતીએ દાવેદારી કરી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણીમાં ઉમેદવારીને લઇને એક તરફ જ્યાં બન્ને પક્ષોમાં ટિકિટ વાંચ્છુઓને ટિકિટ ન મળતા વિરોધ નોંધાવી રહ્યાં છે. તો બીજી તરફ નવસારી શહેરના 14 દંપતીઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જ્યારે 2 પિતા-પુત્રની જોડી પણ નગરસેવક બનવા દાવેદારી નોંધાવી છે. ભાજપે 60 વર્ષથી વધુ ઉંમર હોય તેવા દાવેદારોને ટિકિટ ન આપવાના અભિયાનની શરૂઆત કર્યા બાદ ભાજપના કાર્યકરોએ અલગ-અલગ વોર્ડ મળીને 14 જેટલા દંપતીઓએ દાવેદારી નોંધાવી છે. જે ચર્ચાનો વિષય બન્યો છે.

દિવ્યા અને પ્રશાંત દેસાઈ વોર્ડ ન.13
દિવ્યા અને પ્રશાંત દેસાઈ વોર્ડ ન.13

મતભેદ અવકાશ નહીં

સામાન્ય રીતે દંપતીઓમાં જીવનભર કોઈ ને કોઈ રીતે મતભેદ થતાં હોય છે પણ જ્યાં રાજકારણની વાત આવે ત્યાં દંપતીઓ મતભેદ ભૂલીને પ્રજાની સેવા કરવા માટે એક થઈ વોર્ડમાં દાવેદારી કરી છે. આગામી દિવસોમાં ટિકિટ ફાઈનલ થશે. જેને લઇને કેટલા દંપતિઓને ટિકિટ મળશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.

કેયુરી અને જયદીપ દેસાઈ વોર્ડ ન.1
કેયુરી અને જયદીપ દેસાઈ વોર્ડ ન.1

2 વોર્ડમાં પિતા-પુત્રની જોડીએ ટિકિટ માગી

ભાજપ સંગઠન દ્વારા કેટલા દંપતીઓને ટિકિટ આપવામાં આવશે, તેના પર શહેરીજનોની નજર રહેલી છે. નવસારી નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે 13 વોર્ડમાંથી હાલના સમયમાં સૌથી વધુ ચર્ચાસ્પદ વોર્ડ નંબર 13 છે. આ વોર્ડમાંથી એક કે બે નહીં પરંતુ 6 જેટલા દંપતીઓએ દાવેદારી નોંધાવી છે. આ સાથે જ બે વોર્ડમાં પિતા-પુત્ર દ્વારા ટિકિટ માગવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો