તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે કોરોના પોઝિટિવના નવા 128 કેસ નોંધાયા

નવસારી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 1092 પર પહોંચી

નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. આજે જિલ્લામાં નવા 128 કેસ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંક 4217 પર પહોંચી ચૂક્યો છે. જિલ્લામાં વધતા સંક્રમણ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોની શાળામાં કોવિડ કેર શરૂ થયા છે. અત્યાર સુધીમાં 3009 દર્દી કોરોનાને માત આપી સાજા થયા જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 1092 પર પહોંચી ચૂકી છે. અત્યાર સુધીમાં 3009 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે. આજે જિલ્લામાં કોરોનાથી એકપણ મોત નોંધાયુ નથી. તેમજ જિલ્લામાં આજે કોરોનાની જંગ જીતનાર 116 લોકો ઘરે સાજા થઈ પરત ફર્યા હતા.આજે કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી. મહત્વનું છે કે, નવસારી જિલ્લાના પાલિકા વિસ્તારોમાં વધતા સંક્રમણ પર કાબૂ આવે તે માટે દિવસે લોકડાઉન અને રાત્રીએ કરફ્યૂ અમલી કરવામાં આવ્યું છે. અને પોલીસ સખત વલણ અપનાવીને દંડાત્મક કાર્યવાહી કરી રહી છે. ત્યારે શહેરીજનોએ કોરોનાની સાંકળ તોડવા માટે તંત્રને સહયોગ આપવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો