તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સનાતન ધર્મ તરફ પાછા વળ્યા:ડાંગ જિલ્લાના 12 જેટલા પરિવારે ખ્રિસ્તીમાંથી પુનઃ હિન્દુ ધર્મ અપનાવ્યો, શિવરિમાળમાં વૈદિક દિક્ષા કાર્યક્રમ યોજાયો

આહવા2 મહિનો પહેલા
હિન્દુ ધર્મ અપનાવવાનો કાર્યક્રમ યોજાયો - Divya Bhaskar
હિન્દુ ધર્મ અપનાવવાનો કાર્યક્રમ યોજાયો
 • જે કોઇ કારણોસર ચર્ચમાં જવા લાગ્યા હતા તે પુનઃ સનાતન ધર્મ તરફ વળ્યાઃ સાધ્વી યશોદાદીદી

ડાંગ જિલ્લો કે જ્યાં ધર્માંતરણ કરીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારની સંખ્યા વધુ છે. ત્યાં હવે ધીરે ધીરે આદિવાસી પરિવારો પુનઃ સનાનત હિન્દુ ધર્મ તરફ પરત ફરી રહ્યાં છે. રાજ્યામાં ડાંગ એક એવો જિલ્લો છે, જ્યાં 40 ટકા લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે. ત્યારે આજે ડાંગ જિલ્લાના શિવરિમાળમાં સાધવી યશોદાદીદીની ઉપસ્થિતિમાં 12 જેટલા પરિવાર વિધિવિધાન સાથે હિન્દુ ધર્મ અપનાવ્યો છે.

12 પરિવારોએ હિન્દુ ધર્મ અપનાવવા અંગે વાત કરી
સાધ્વી યશોદાદીદીએ જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાના 12 પરિવારોએ અમને જણાવ્યું હતું કે તેઓ પુનઃ હિન્દુ ધર્મ અપનાવવા માગે છે. જેથી આજે તેમને તમામ વિધિ વિધાન સાથે હિન્દુ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. જે લોકો ધર્મ પરિવર્તન કરીને ગયા હતા તેમની ઘરવાપસી કરાવવામાં આવી હતી. આ એ લોકો છે જે પહેલાથી જ હિન્દુ હતા પરંતુ કોઇ કારણોસર ચર્ચમાં જવા લાગ્યા હતા. પરંતુ આજે તેમને ખબર પડી કે અમારી જે ધરોહર છે એ જ સાચી ધરોહર છે અને અમારો સનાતન ધર્મ એ જ સાચો ધર્મ માનીને આ લોકો પાછા આવ્યા છે. તેમનું હવનયજ્ઞ કરી, ઉનાઇ માતા પાસે લઇ જઇ ગરમ પાણીમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું.

હિન્દુ ધર્મનો પ્રચાર કરનારાઓના સંપર્કમાં આવીની ખ્રિસ્તી ધર્મ છોડી ફરી સનાતન ધર્મ તરફ વળ્યા
હિન્દુ ધર્મનો પ્રચાર કરનારાઓના સંપર્કમાં આવીની ખ્રિસ્તી ધર્મ છોડી ફરી સનાતન ધર્મ તરફ વળ્યા

ધર્માંતરણની પ્રવૃત્તિ અટકી
ડાંગ જિલ્લામાં અનેક પરિવારો એવા છે જે ડાંગમાં રહીને હિન્દુ ધર્મનો પ્રચાર કરનારાઓના સંપર્કમાં આવીની ખ્રિસ્તી ધર્મ છોડી ફરી સનાતન ધર્મ તરફ વળ્યા છે. જોકે છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં હિન્દુ ધર્મનો પ્રચાર અને પ્રસાર વધ્યો છે, જેને લઇને અહીં ધર્માંતરણની પ્રવૃત્તિ અટકી છે અને લોકો ફરી સનાતન ધર્મ તરફ પરત ફરી રહ્યાં છે.

શિવરિમાળ વિસ્તારમાં હિન્દુ ધર્માંતરણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું
શિવરિમાળ વિસ્તારમાં હિન્દુ ધર્માંતરણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું

શિવરિમાળમાં હિન્દુ ધર્માંતરણ વિધિનું આયોજન
જિલ્લામાં વર્ષો પહેલા ખ્રિસ્તી ધર્મ તરફ વળેલા લોકો હવે હિન્દુ ધર્મ તરફ વળ્યા છે. આજે ડાંગ જિલ્લાના શિવરિમાળ વિસ્તારમાં હિન્દુ ધર્માંતરણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 12 જટેલા પરિવારએ વિધિ વિધાન સાથે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો