આયોજન:નવસારીમાં રવિવારે વિનામૂલ્યે કૃત્રિમ હાથનું વિતરણ કરાશે

નવસારી6 મહિનો પહેલા
  • કૉપી લિંક

રોટરી કલબ ઓફ નવસારી દ્વારા વિનામૂલ્યે કૃત્રિમ હાથનું વિતરણ 20મીએ નવસારી રામજી મંદિર મેડિકલ હોલમાં કરવામાં આવશે. નવસારીમાં કૃત્રિમ હાથનો આ સૌ પ્રથમ કેમ્પનું આયોજન રોટરી કલબ ઓફ દ્વારા રોટરી કલબ ઓફ જામનગરના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

આ કેમ્પ અંતર્ગત અંદાજે 80 લાભાર્થીને હાથનું વિતરણ કરવામાં આવશે. નવસારી ઉપરાંત ગુજરાતના વિ‌વિધ શહેરો અને ગામોમાંથી લાભાર્થીઓ આવશે. કલબ દ્વારા અગાઉ પણ જયપુર ફૂટનું વિતરણનું આયોજન કરાયું હતું. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ પ્રકારે પોતાના હાથ ગુમાવી ચૂકેલા વ્યક્તિને કૃત્રિમ હાથ પૂરો પાડીને એ વ્યક્તિને સ્વનિર્ભર બનાવવાનો છે. આ કેમ્પમાં કોણીથી ચાર ઈંચ નીચેના ભાગ સુધી આ હાથ ફીટ થઈ શકે છે તો જરૂરિયાતમંદોને આ કેમ્પનો લાભ લેવા વિનંતી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...