વિરોધ પ્રદર્શન:નવસારીમાં વેટરનરી કોલેજના 250 જેટલા વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ ભથ્થા મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવસારીની કામધેનું યુનિ.ના વેટનરી કોલેજના હડતાળ પર ઉતરેલા છાત્રો. - Divya Bhaskar
નવસારીની કામધેનું યુનિ.ના વેટનરી કોલેજના હડતાળ પર ઉતરેલા છાત્રો.
  • સરકાર તરફથી હાલ અપાતું ઇન્ટર્નશીપ ભથ્થું રૂ.4200 થી વધારીને રૂ.18000 કરવામાં આવે તેવી માગણી કરાઇ રહી છે

નવસારી કૃષિ કેમ્પસમાં ચાલતી કામધેનુ યુનિવર્સિટી હેઠળ ચાલતી નવસારી વેટરનરી કોલેજમાં 250થી વધુ છાત્રોએ મંગળવારથી સરસ્વતિ માતાનું પૂજન કરી વિવિધ પડતર માગોને લઈ કેમ્પસમાં અનિશ્ચિત મુદતની હડતાળ ઉપર ઉતર્યા હતા. કામધેનુ યુનિવર્સિટી હેઠળ ચાલતી ગુજરાતની 4 વેટરનરી કોલેજ જેમાં નવસારી, જૂનાગઢ, દાંતીવાડા અને આણંદના છાત્રો અભ્યાસ કરી રહ્યાં છે.

જેઓ મંગળવારથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા હતા. તેમની સરકાર તરફથી હાલ ઇન્ટર્નશીપ ભથ્થું 4200 થી વધારીને 18000 કરવાની માગ છે.તેમની માગો ત્વરિત સંતોષવામાં નહીં આવે તો હાલમાં પશુઓમાં ચાલતો રોગ લમ્પી સ્કિન ડિસિસ વેક્સિનેશનમાં ગયેલા ઈન્ટર્ન તબીબો પણ આ હડતાળમાં જોડાશે અને લમ્પી સ્કિન ડિસિસને નાથવામાં મદદ નહીં કરે તેવી ચીમકી પણ આપી હતી.

અમારી માગનો કોઈ ઉકેલ નહીં આવતા.
કામધેનુ યુનિવર્સિટીમાં ચાલતી વેટરનરી કોલેજના છાત્રોએ હડતાળ પર ઉતરવાનું કારણ છેલ્લા 5 વર્ષથી ભથ્થું 4200થી વધી 18000 કરવામાં આવે તે બાબતે અમારી માગ પૂરી થાય તે છે. કોઈ ઉકેલ નહીં આવતા અચોક્કસ મુદતની હડતાળની શરૂઆત કરી છે. >રાજ પટેલ, છાત્ર

કામધેનુ યુનિવર્સિટીના કુલપતિને હાલમાં રજૂઆત કરવામાં આવી જ છે
નવસારીમાં ચાલતી વેટરનરી કોલેજની ઇન્ટર્નશીપમાં ભથ્થું 4200થી વધારીને 18000 કરવાની માગ કરી તે અમે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિને પહોંચાડી છે. તેઓ સરકારમાં આ બાબતે રજૂઆત કરશે. >વી.બી. ખરાદી, ડીન, વેટરનરી કોલેજ

અન્ય સમાચારો પણ છે...