તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Approximately One Thousand People Will Be Present At Lunsiqui For The Reception Of Dandi Pedestrians, Citizens Worried About The Explosion Of Corona

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભવ્ય સ્વાગત:દાંડી પદયાત્રિકોના સ્વાગત માટે લુન્સીકુઈ ખાતે અંદાજે એક હજાર લોકો હાજર, શહેરીજનોમાં કોરોના વિસ્ફોટ થવાની ચિંતા

નવસારી9 દિવસ પહેલા
 • નવસારીમાં વહીવટીતંત્ર કઈ રીતે કોરોનાને વધતો અટકાવશે તેને લઇ મોટો સવાલ ઉઠાવ્યા
 • સિક્કિમના સીએમ સહિત એક હજાર લોકોની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

સાબરમતીથી નીકળી દાંડી યાત્રા નવસારી શહેરમાં સાંજે આવી છે. તેના સ્વાગત માટે નવસારી નગરપાલિકા સહિત વહીવટી તંત્ર કાર્યમાં જોતરાયું હતુ. ત્યારે લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં મોડી સાંજે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં એક હજારથી વધુ લોકો જોડાયા છે. ધાર્મિક ઉત્સવ તથા લગ્ન પ્રસંગોમાં તંત્ર લોકોને મનાઈ ફરમાવી રહી છે.

નવસારીમાં કોરોનાનો આંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. તેને જોતાં શહેરીજનોમાં કોરોના વિસ્ફોટ થવાની ચિંતા વ્યાપી છે. વાંસદા તાલુકાના ધારાસભ્ય અનંત પટેલે પણ આ મામલે ચિંતા વ્યકત કરીને કહ્યું છે કે ધાર્મિક તથા લગ્ન પ્રસંગોમાં તંત્ર લોકોને મનાઈ ફરમાવી રહી છે. તો બીજી તરફ એક હજાર જેટલા લોકો લુન્સીકુઈના કાર્યક્રમમાં જોડાયા છે. તો કોરોના સંક્રમણ ફેલાવવાની મોટી સંખ્યામાં ભીતિ રહેલી છે. ત્યારે આ મામલે વહીવટીતંત્ર કઈ રીતે કોરોનાને વધતો અટકાવશે તેને લઈને પણ આ કાર્યક્રમ ઉપર તેમણે સવાલ ઉઠાવ્યા છે.

નવસારી જિલ્લામાં પ્રવેશેલી સાબરમતીથી દાંડી યાત્રાના કાર્યક્રમના ભાગરૂપે લુન્સીકૂઇ મેદાન પાસે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સિક્કિમ, નેપાલ, સહિત ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના દર્શન કરાવતા નૃત્યો અને ગીત રજૂ થયા હતા.

આ કાર્યક્રમમાં 200 મહેમાન સહિત એક હજાર લોકો કાર્યક્રમ નિહાળવા માટે ગ્રાઉન્ડમાં હાજર રહ્યાં હતા. કોરોનાની ભયાનકતા જે રીતે શહેરમાં અને જિલ્લામાં વધી રહી છે. તેને જોતા કાર્યક્રમના પ્રવેશ ગેટ પર સેનીટાઈઝર કે ટેમ્પરેચર ગન સાથે ચકાસણી કરવી તંત્રને જરૂરી લાગી ન હતી. એક તરફ તંત્ર કોરોનાની રોકથામ માટે જાગૃતિ કાર્યક્રમ યોજે છે. તો બીજી તરફ આવા કાર્યક્રમમાં અવેરનેસના નામે મીંડુ જોવા મળ્યું હતું.

સાબરમતીથી દાંડી યાત્રા નવસારીમાં સમાપન થશે. હાલમાં જ્યારે નવસારીમાં રોજબરોજ વધતો કોરોનાનો આંક શહેરીજનોની ચિંતામાં વધારો કરી રહ્યો છે. તો બીજી તરફ તંત્ર દ્વારા આયોજિત સાબરમતીથી દાંડી યાત્રા નવસારીમાં સમાપન થશે. ત્યારે મોટી સંખ્યામાં ગાંધીનગર અને અન્ય રાજ્યોમાંથી આવેલા મહેમાનો તેમની સાથે કોરોના સંક્રમણ લાવે તો નવાઈ નહીં. તેવી ચિંતા અને ભય લોકોને સતાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો