નિમણૂક:કેરસી દેબુની નેશનલ કમિશન ફોર મોઇનોરિટીઝમાં નિમણૂક

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારીના પ્રતિષ્ઠિત એડવોકેટ અને સામાજિક કાર્યકર્તા કેરસી દેબુની ભારત સરકાર દ્વારા નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગેઝેટ ઓફ ઇન્ડિયા બહાર પાડીને કેરસી દેબુની સભ્ય તરીકે ત્રણ વર્ષ માટે વરણી કરવામાં આવી છે. આ પહેલા રાજ્યમાં તેઓ ગુજરાત માઇનોરિટીઝ ફાઇનાન્સ એન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના વર્ષ 2011 થી 2015 સધી ડિરેક્ટર પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ અનેક સંસ્થાનોમાં તથા સેવાકીય પ્રવૃત્તિમાં પણ અગ્રેસર છે.

વર્ષ 1978થી તેઓ નવસારી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાથે સંકળાયેલા છે અને છેલ્લા 12 વર્ષથી તેઓ સેક્રેટરી ફરજ નિભાવી રહ્યાં છે. તો ટ્રસ્ટી તરીકે રોટરી આઇ ઇન્ટીટ્યુટ એન્ડ કોલેજ ઓફ ઓપ્થોમોલોજી, દાબુ જનરલ હોસ્પિટલ, નવસેરી કેળવણી મંડળ, દિનશા દાબુ ચેરીટી ટ્રસ્ટ તરીકે તેઓ કાર્યરત છે. આ સાથે જ નવસારી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પણ તેઓ સભ્ય છે. તો નવસારી કૃષિ યુનિવર્સિટીના એન. એસ. એસ પ્રોગ્રામના પણ તેઓ એડવાઇઝર છે. કેરસી દેબુની નિમણૂક થવાને કારણે પરિજનો, મિત્રવર્તૂળ અને શહેરીજનોએ અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...