• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Appointment Of Director Of Rural Development Agency As Chief Nodal Officer Of All Taluka Panchayats Of Navsari District Has Been Announced.

ગ્રામ પચાયતની ચૂંટણી:નવસારી જિલ્લાના તમામ તાલુકા પંચાયતોના ચીફ નોડલ અધિકારી તરીકે ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની નિયુકિત જાહેર થઈ

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયત મતદાર મંડળના વિસ્તારમાં આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે જરૂરી

નવસારી જિલ્લાનાં તાલુકામાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તા.19/12/2021નાં રોજ યોજાનાર છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ આચારસંહિતા અમલી બને છે. નવસારી જિલ્લાનાં તાલુકામાં સમાવિષ્ટ ગ્રામ પંચાયત મતદાર મંડળના વિસ્તારમાં આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે જરૂરી છે.આદર્શ આચાર સંહિતાનાં અમલ માટે ચૂંટણી આયોગ સતત સક્રિય રહે છે. જેના સંપૂર્ણપણે અમલ માટે સંબંધિત મતવિસ્તારનાં આરઓ/એઆરઓ તકેદારી રાખતાં હોય છે.

નવસારી જિલ્લાનાં તાલુકામાં સમાવિષ્ટ ગામ પંચાયત મતદાર મંડળનાં વિસ્તાર માટે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વખતો-વખતનાં ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવતી આચારસંહિતાના અમલીકરણ તથા દેખરેખ રાખવા માટે ચીફ નોડલ અધિકારી/નોડલ અધિકારી તથા મદદનીશ નોડલ અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જિલ્લાના સમગ્ર તાલુકા પંચાયતોના મતદાર વિભાગમાં ચીફ નોડલ અધિકારી તરીકે નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની નિયુકિત કરવામાં આવી છે.

નવસારી જિલ્લાનાં તાલુકામાં સમાવિષ્ટ ગ્રામ પંચાયત મતદાર મંડળનાં વિસ્તારમાં ચૂંટણી, મુક્ત સ્વચ્છ અને ન્યાય રીતે થાય તે માટે સર્વ સરકારી, અર્ધ સરકારી, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, રાજકીય પક્ષો, ઉમેદવારો, ચૂંટણી એજન્ટ અને અન્ય તમામ વ્યક્તિઓએ ચૂંટણી પ્રક્રિયા દરમિન રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવાનો થાય છે.

અન્ય સમાચારો પણ છે...