સમસ્યા:ગૌરક્ષક નેહાબેન સામે ખોટી ફરિયાદ રદ કરવા 3 સંસ્થાનું કલેક્ટરને આવેદન

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિહિપ, બનાસ ગૌસેવા કેન્દ્ર અને જય ગોપાલ ટ્રસ્ટની રજુઆત

બારડોલીનાં ગૌરક્ષક નેહાબેન પટેલ સહિત 5થી વધુ ગૌરક્ષકો ઉપર ખોટી પોલીસ ફરિયાદ થતા હિંદુ સંગઠનો આગળ આવ્યા છે. જેમાં વિશ્વ હિંદુ પરિષદ સહિત ૩ સંસ્થાએ કલેક્ટરને આવેદન આપીને ફરિયાદ રદ કરવા માંગ કરી હતી.

નવસારીમાં વિશ્વ હિંદુ પરિષદના સભ્યો કૈલાશ પુરોહિત, બનાસ ગૌસેવા કેન્દ્ર અને જય ગોપાલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટનાં હોદ્દેદારોએ ગુરૂવારે કલેકટરને ઉદ્દેશીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું કે 27મી ઓગસ્ટે ગૌરક્ષક નેહાબેન પટેલ, ભરત ભરવાડ, જગદીશ ભરવાડ, ભરત વૈષ્ણવ, જય પટેલ અને અન્ય ગૌરક્ષકો પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે. તમામ ગૌરક્ષકો ગુજરાતમાં 12 વર્ષથી જીવદયાનું કામ કરતા આવ્યા છે. જેમાં 50 હજારથી વધુ જીવોને કતલખાને જતા જીવો બચાવી લેવામાં આવ્યા છે. ફરિયાદી મહાવીર જૈન દ્વારા ફક્ત દુધાળા પશુઓ પકડીને વેપારીઓને ટાર્ગેટ કરી કેસની ધમકી આપી હપ્તાખોરીનાં ધંધા કરે છે તો આવા હપ્તાખોરીના ધંધા કરે છે. તેના કેસ દ્વારા માલધારીઓ હેરાન-પરેશાન થઇ ગયા છે તો આવા અસામાજીક તત્ત્વો સામે કાનૂની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ગૌરક્ષકો સાચા હોવા છતાં ફરિયાદી દ્વારા ખોટી કલમો લાગવી હેરાન કરવામાં આવી રહ્યા છે તેમ જણાવીને ગૌરક્ષકોને ન્યાય આપવા જણાવ્યું હતું.

સમગ્ર કેસની વિગત શું છે ?
વાપીનાં હિંસા નિવારણ સંઘના કાર્યકર્તા મહાવીર જૈનનું 27મી ઓગસ્ટે અપહરણ થયું હતું. મહાવીર જૈનનું અપહરણ કરી તેને માર મારીને એક પછી એક ત્રણ ગાડીમાં અદલાબદલી કરીને માર મારી તેને નવસારી જીઆઈડીસીમાં ફેંકી ગયા હતા. આ બાબતે બારડોલી પોલીસ મથકે કેસ નોંધાયો હતો. જેમાં 8 આરોપીની રાજસ્થાન રહેતા રફીક છાંછરના ઘરેથી સુરત એસઓજીએ અટક કરી હતી. તમામે ગુનાની કબૂલાત કરતા માસ્તર માઈન્ડ તરીકે નેહા પટેલનું નામ આવતા તેણી ફરાર થઈ હતી અને તેણીનાં આગોતરા જામીન કોર્ટમાં મુકતા તે પણ રદ થયા છે.

અન્ય સમાચારો પણ છે...