તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:શાળા-કોલેજોની ફીમાં 50 ટકા રાહત આપવા કલેકટરને આવેદન

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓને આર્થિક કટોકટીમાં રાહત આપો : NSUI

નવસારીમાં શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા છાત્રોને હાલ કોરોનાની મહામારીમાં 50 ટકા ફીમાં રાહત અપાવવા માટે NSUI મેદાને આવ્યું છે. સોમવારે કલેકટરને ઉદ્દેશીને આવેદનપત્ર આપી અપીલ કરી હતી. નવસારી જિલ્લામાં શાળા-કોલેજોમાં ફીમાં રાહત અપાવવા NSUIના જય પટેલ, મોહમદ ફકીર માવીયા, ફરહાન ઉસ્માની, મિહિર રાઠોડ, આરીફ ટિબલિયા અને છાત્રોએ રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું કે નવસારીમાં સરકારી શાળા-કોલેજોની સંખ્યામાં વધારો થયો નથી, પણ ઘટાડો થયો છે. સરકારી ગ્રાંટથી ચાલતી શાળા-કોલેજોમાં સુવિધાનો સદંતર અભાવ છે.

સરકારની પરવાનગીથી વેપાર-ધંધાનાં આશયથી ખાનગી શાળાઓ, કોલેજોનું નિર્માણ છેલ્લાં 25 વર્ષથી થયું છે, માટે હાલની કોરોનાની આર્થિક કટોકટીને ધ્યાનમાં રાખીને 3 વર્ષ માટે સરકારની ગ્રાંટ વિના ચાલતી શાળા-કોલેજોમાં અભ્યાસ કરવા હાલના ફીના ધોરણમાં જે છાત્રોના માતા-પિતાની સંયુક્ત રીતે માસિક આવક 1 લાખથી ઓછી હોય તેવા છાત્રને ફીમાં 50 ટકા રાહત આપવાની માંગણી કરવામાં આવી હતી.

સરકારી શાળા-કોલેજોમાં અભાવે સરકારી નીતિને કારણે ખાનગી શાળા-કોલેજોનું સર્જન થયું છે માટે ખાનગી શાળા-કોલેજોને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ફીના ધોરણમાં સબસિડી આપીને પણ સરકાર ફીમાં 50 ટકા રાહત આપવાની જાહેરાત કરે તેવી નવસારી શહેર NSUIએ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...