તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ગૌમાંસ વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવા આવેદન

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુ ક્રુરતા નિવારણ સમિતિ દ્વારા એસપીને રાવ

નવસારી જિલ્લામાં અવારનવાર ગૌમાંસ વેચાણ અને ગૌહત્યા થતી હોવાની ઘટના બનતી હોય છે. આ બાબતે ગૌરક્ષકો ઘણી મહેનત કરતા હોય છે પણ તેમની મહેનત બાદ આવા આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી નહીં થતા ગૌહત્યા કરનારાઓને કાયદાનો ડર રહેતો નથી. આ બાબતે નવસારી જિલ્લા પશુ ક્રૂરતા નિવારણ સમિતિના સાજન ભરવાડ, રમેશભાઈ ચૂડાસમા, કિશોરભાઈ કબાટવાળા, મોહિત હીરાણી, રજનીભાઇ, રિતેશભાઈ સહિત ગૌરક્ષકોએ એસપીને ઉદ્દેશીને આવેદનપત્ર ડીવાયએસપી એસ.જી.રાણાને આપી રજૂઆત કરી હતી.

જેમાં જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં ગૌહત્યા પ્રતિબંધનો કડક કાયદો હોવા છતાં ગૌહત્યારાઓ કાનૂનનો ડર રાખ્યા વિના બેરોકટોક ગૌહત્યાને અંજામ આપી રહ્યા છે. આવા તત્વોને પકડવામાં આવે છે પણ તેમની પાછળ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી નથી. આવા અસામાજિક તત્વો આબાદ છૂટી જતા હોય છે. તો આવા તત્વોની ઉડાણપૂર્વક તપાસ થાય અને આવા સંડોવાયેલ લોકોની સામે કડક કાર્યવાહી થાય તે માટે અપીલ કરી હતી.

કાયદો કાયદાનું કામ કરશે
અમને પોલીસ અધિકારી દ્વારા હવે પછી આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી સાથે રિમાન્ડની પણ માંગ કરશે તેમ જણાવ્યું હતું. આવનાર દિવસોમાં ગૌહત્યાને લગતા કેસોમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. > સાજનભાઈ ભરવાડ, હિન્દુ યુવાવાહિની, ગૌરક્ષક

અન્ય સમાચારો પણ છે...