તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:કોરોનામાં જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવા આવેદન

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીના જાગૃત નાગરિકોએ માંગ કરી

નવસારી જિલ્લામાં કોરોના મહામારીમાં કેસોની સંખ્યા સાચી આપવા અને વેક્સિનેશન માટે જરૂરી મેડિકલ સાધનોની વ્યવસ્થા કરવા માટેનું અપીલ કરતું આવેદનપત્ર જાગૃત નાગરિકોએ કલેક્ટરને આપ્યું હતું. નવસારી જિલ્લાના જાગૃત નાગરિક ઉપેશભાઈ પટેલ અને હિમાંશુ વશીએ હાલમાં કોરોના મહામારીમાં સરકાર દ્વારા થતી કામગીરી બાબતે પ્રકાશ પાડવા કલેકટરને ઉદ્દેશીને અધિક કલેકટર કમલેશભાઈ રાઠોડને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું કે, નવસારી જિલ્લામાં કોરોનાએ માઝા મૂકી છે.

કોવિડ-19માં દર્દીઓના મૃત્યુનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું હોવા છતાં નવસારી વેક્સિનેશન અને ટેસ્ટીંગની પ્રક્રિયા ઘટાડી દેવામાં આવ્યું છે. ઝડપથી ટેસ્ટીંગ વ્યવસ્થા કરવામાં આવે તેમજ કોરોના કેસની સાચી માહિતી જણાવવામાં આવે અને વેક્સિનેશનની કામગીરી વધારવામાં આવે, પેરા મેડિકલની ખાલી જગ્યાઓ ભરવામાં આવે, ઉપરાંત 18થી વધુ વયના લોકો માટે સરકાર દ્વારા જાહેર કરાયેલો વેક્સિનેશનનો કાર્યક્રમ હજુ સુધી શરૂ કરવામાં આવ્યો નથી તેને પણ શરૂ કરવામાં આવે અને યુવાનો વેક્સિન મુકાવી કે જે સંક્રમણ અટકાવામાં મદદરૂપ થઇ શકે. આ ઉપરાંત તેમણે જિલ્લામાં અને શહેરમાં સંક્રમણ અટકાવવા જરૂરી લોકડાઉન માટે પણ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...