તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:નવસારી શહેરના પૂર્વ વિભાગમાં પોલીસ બંદોબસ્ત મૂકવા અગ્રણીઓનું આવેદન

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીકરીઓની સલામતી માટે પોલીસ ઉપરાંત લાઇટ પણ જરૂરી હોવાનું સૂચન

નવસારીના પૂર્વ વિભાગમાં સ્ટ્રીટ લાઈટ, રસ્તાનું રીનોવેશન અને દીકરીઓની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત મુકવા જાગૃત નાગરિકોની કલેકટરને અરજ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નવસારીના જાગૃત નાગરિકો ઉપેશ પટેલ, એમ.જી.ઘાંચી, એમ.જે.પટેલ, જે.જી.પટેલ સહિત જાગૃત નાગરીકોએ કલેકટરને આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું કે નવસારી શહેરમાં રેલવે સ્ટેશનની પૂર્વ બાજુએ જૂની રેલવે ઓફિસ ટિકિટબારી રિઝર્વેશન છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે. આ 300 મીટરનો રોડ હાલ બિસમાર હાલતમાં છે.

વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. આ રસ્તા પર સ્ટ્રીટ લાઈટનો અભાવ છે. સ્થાનિક વિદ્યાર્થીઓ અમદાવાદ, સુરત સહિતની જગ્યાએ પરીક્ષા આપી રાત્રે પરત ફરતા હોય છે ત્યારે મુશ્કેલી પડી રહી છે. જાહેર હિત માટે આ પગલાં લેવા અપીલ કરી હતી. નવા કલેકટરની શુભકામના મુલાકાત પણ લીધી અને નવસારીના વિકાસના કામોમાં ગતિ આવે તે માટે અપીલ કરી હતી.

જોખમ ટાળવા અનુરોધ કરાયો
નવસારી શહેરમાં પૂર્વ વિભાગમાં રાત્રિના સમયે સ્ટ્રીટલાઈટના અભાવે માતા, બહેનો, દીકરીઓ સહી સલામત જાહેર માર્ગ પર આવે તે માટે આ સ્થળે કાયમી પોલીસ મૂકવામાં આવે અને રસ્તા પર કોઈ અકસ્માત નહીં થાય તે માટે રસ્તા પણ સુધારવામાં આવે તેવી માંગ સાથે જોખમ ટાળવા અનુરોધ કરાયો છે. > ઉપેશ મોહનભાઇ પટેલ, જાગૃત નાગરિક, જમાલપોર, નવસારી

અન્ય સમાચારો પણ છે...