એટ્રોસિટી:હોમગાર્ડ કચેરીના અધિકારી સહિત 6 સામે કોર્ટમાં અરજી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એટ્રોસિટીની ફરિયાદ નોંધવા અપીલ કરાઇ

નવસારી જિલ્લામાં આવેલ બીલીમોરા યુનિટના કર્મચારી પાસે મોબાઈલ ખૂંચવી લેનાર અને યોગ્ય વર્તન નહીં કરનારા 6 સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા કોર્ટમાં અરજી આપી હતી.

નવસારી જિલ્લાના બીલીમોરાના રહેવાસી વિજયભાઈ સુખાભાઈ સોલંકી બીલીમોરા હોમગાર્ડ યુનિટમાં હોમગાર્ડ તરીકે છેલ્લાં 26 વર્ષથી સેવા આપતા આવ્યા હતા. 8મી ઓક્ટોબરે વિજયભાઈ સોલંકીને જિલ્લા હોમગાર્ડ કચેરીમાં અધિકારીએ બોલાવ્યા હતા ત્યાં એક અધિકારી દ્વારા દાદર પર જ મોબાઈલ ખૂંચવી લીધો હતો. ફરિયાદીએ મોબાઈલની માંગણી કરેલી પરંતુ તેમણે આપેલો નહીં અને વિજયે અધિકારી પાસે ફોન માંગવા છતાં તે તેમણે પરત આપવા ના પાડેલી અને રાત્રે ગણદેવા-ખારેલ મુકામે વિજય સોલંકીને બોલાવી આપી દીધો.

જયાં ઉપસ્થિત કુલ 6 લોકોએ વિજય સોલંકી વિરુદ્ધ અસભ્ય વર્તન કરતા વિજય સોલંકીએ તમામ 6 વિરૂદ્ધ નવસારીના ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ઈન્ડિયન પીનલ કોડ અને એસ.સી. એન્ડ એસ.ટી. પ્રિવેન્સન ઓફ એટ્રોસિટી એકટ-2018 મુજબ અરજી ફરિયાદ વકીલ પરેશભાઈ વાટવેચા મારફતે દાખલ કરાવી યોગ્ય ન્યાય માટે માંગ કરી હતી. જિલ્લા હોમગાર્ડ કચેરીમાં જે અધિકારીએ કર્મચારીનો ફોન ઝૂંટવી લીધો હતો તે અધિકારીએ અગાઉ પણ એક કર્મચારી પાસે ફોન ઝૂંટવી લેતા ડીવાયએસપીને ફરિયાદ પણ કરી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...