ફરિયાદ:BTTSનું આદિવાસીના હક- અધિકારી માટે આવેદનપત્ર

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીના નાયબ કલેકટરને રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રાવ

નવસારીમાં 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિતે BTTS સંગઠનના પંકજ પટેલ, ગિરીશ પટેલ, વત્સલ પટેલ, રાકેશ ગામીત, નિરવ પટેલ, નાનુભાઈ પટેલ સહિત BTTSના કાર્યકરોએ નવસારી જિલ્લા કલેકટર કચેરીમાં નાયબ કલેકટરને રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને ઉદ્દેશીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આદિવાસીઓના હક અને અધિકાર અંગે સરકાર પાસે માંગ કરવામાં આવી હતી.

જેમાં જણાવ્યું કે સયુક્ત રાષ્ટ્રસંઘ દ્રારા વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા બાદ આદિવાસીઓના સામુદાયિક અધિકારોનાં સંરક્ષણ અને અમલવારી હેતુ 13મી સપ્ટેમ્બર 2007નાં દિવસે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઘોષણા કરવામાં આવી હતી. દેશની આઝાદીને 73 વર્ષ થઈ ગયા હોવા છતાં આજેપણ આદિવાસી સમાજ પ્રાથમિક સુવિધાથી વંચિત છે.

આંતરિક અને સ્થાનિક મુદ્દાઓ પર સ્વશાસનનો અધિકાર, ભારતના બંધારણમા અનુસૂચિ 5 અને 6 પેસા એક્ટ દ્વારા આદિવાસીઓ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, તેમ છતા આજદિન સુધી સત્તામાં રહેલી સરકારો દ્વારા તેની સંપૂર્ણપણે અમલવારી કરવામાં આવી નથી. પોતાની માતૃભૂમિથી બળજબરી પૂર્વક વિસ્થાપિત ન થવાનો અધિકાર, આદિવાસી સમાજને હવે વિસ્થાપિત કરવામાં આવે છે. ડેમો નાં નામે આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે.

બંધારણની જોગવાઇઓનું પાલન જરૂરી
દેશની આઝાદીને 73 વર્ષ થયા છતા, અબજો રૂપિયાની ગ્રાન્ટો વાપરવા છતા આદિવાસી સમાજમાં રોજગારી, આરોગ્ય, શિક્ષણ, સિચાઈ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. જે એક ગંભીર બાબત છે. જેથી બંધારણની જોગવાઈઓનો ચુસ્તપણે અમલવારી કરાવી આદિવાસી ઓનુ સામજિક અને સાંસ્કૃતિક વારસાઓ જળવાઈ રહે અને આદિવાસીઓના અધિકારો આપવામા આવે એવી અમારી માંગ છે. > પંકજભાઇ પટેલ, મહામંત્રી, ગુજરાત રાજ્ય BTTS

અન્ય સમાચારો પણ છે...