નવનિયુક્ત:APMCના નવા ચેરમેન પ્રકાશ પટેલ, વા.ચેરમેન જગદીશ પટેલ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં નવનિયુક્ત ચેરમેનની દરખાસ્ત વિદાય લેતા ચેરમેન આશિષ નાયકે મૂકી હતી

નવસારી એપીએમસીના ડિરેક્ટરોની ચૂંટણી હાલમાં જ બિનહરીફ થઈ હતી.ચૂંટણી બાદ ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ગુરૂવારે ચૂંટણી યોજાઈ હતી. આમ તો સતત 13 વર્ષથી ચેરમેન તરીકે આશિષ નાયક હતા અને તેમની ટીમે દેવાયુક્ત સંસ્થાને પગભર કરી પણ નવા કાયદા મુજબ નાયક પુનઃ ચેરમેન બની શકે એમ ન હતા, જેથી નવા ચેરમેન ચૂંટવાની આવશ્યકતા ઉભી થઇ હતી. ગુરૂવારે યોજાયેલ ચૂંટણીમાં ખુદ આશિષ નાયકે જ ચેરમેન માટે કોથમડીના પ્રકાશ રમણભાઈ પટેલના નામની દરખાસ્ત મૂકી હતી. વાઇસ ચેરમેન માટે સરપોરના જગદીશ પટેલની દરખાસ્ત થઈ હતી.

અન્ય નામોની દરખાસ્ત ન આવતા ચેરમેનપદે પ્રકાશ પટેલ અને વાઇસ ચેરમેનપદે જગદીશ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે ચેરમેન તરીકે ચૂંટાયેલ પ્રકાશ પટેલ 2008થી સતત એપીએમસીમાં ડિરેકટર તરીકે ચૂંટાતા આવ્યા છે અને કોથમડી સેવા સહકારી મંડળીના પ્રમુખ પણ છે.

અન્ય સમાચારો પણ છે...