કોરોનાની અસર:APMCમાં વેપારી ન આવતાં શાકભાજી વેચાતું નથી

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરત એપીએમસીમાં પાસ સિસ્ટમથી મુશ્કેલી વધી

દિવાળીના તહેવાર બાદ કોરનાએ ફરી ઉથલો મારતાં સરકાર ફરી ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરાવી રહી છે, જેના કારણે શાકભાજી પકવતા ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. સુરત એપીએમસી માર્કેટમાં પાસ સિસ્ટમ શરૂ કરી દેતા માત્ર 10-20 ટકા વેપારીઓને એન્ટ્રી મળતા ખેડૂતોનું શાકભાજી વેચાતું નથી. જેથી ખેડૂતે આર્થિક ખોટ સહન કરવી પડી છે. કોરોના કેસ વધવા માંડ્યા છે, જેને ફરી નિયંત્રણ કરવા સરકારી નવી ગાઈડલાઈન જારી કરી છે. નવી ગાઈડલાઈનને કારણે ખેડૂતો ફરી શાકભાજી પકવતા મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર ખેડૂતોના મસિહા બનીને કોવિડની ગાઈડ લાઈનમાં ખેડૂતોને છૂટ આપે છે. ત્યારે બીજી તરફ સુરત એપીએમસીમાં પાસ સીસ્ટમ અમલમાં મુકી છે. પાસ હોય તે જ વેપારી વાહન લઈ ખરીદી કરી શકે, જેના કારણે માત્ર 10-20 ટકા વેપારીઓ ખરીદી કરવા આવે છે,

જેના કારણે ખેડૂતોએ મોકલેલ શાકભાજીનું વેચાણ થતું નથી અને તેને કચરામાં ફેંકી દેવાય છે. મોંઘાદાટ બિયારણ, દવા, ખાતર, સિંચાઈ અને મજૂરી ખર્ચ કરીને શાકભાજી માર્કેટમાં મોકલતાં વેપારી ન મળતાં શાકભાજીને ફેંકી દેવાનો વારો આવી રહ્યો છે. આ ઉપરાંત વેપારી મળે તો પણ પાણીના ભાવે શાકભાજી ખરીદે છે જેમાં મજૂરી ખર્ચ નીકળતો નથી. એમપીએમસી માર્કેટ જ પોતાની નીતિને કારણે ખેડૂતોના નુકસાનનું કારણ બની રહી છે.

લોકલ માર્કેટમાં ભાવ ઓછો મળે છે
સુરત એપીએમસીમાં બહારના વેપારીઓને પ્રવેશ ન મળતાં શાકભાજીનું વેચાણ થઈ રહ્યું નથી. જેથી હવે ખેડૂતો લોકલ માર્કેટ નવસારી, બારડોલી, મઢી, કડોદ, માંડવી સહિતની માર્કેટોમાં શાકભાજીનું વેચાણ કરી રહ્યાં છે. જેમાં ખેડૂતોને ભાવ ઓછો મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...