વિધાનસભા સંગ્રામ 2022:નવસારી સિવાય જલાલપોર અને ગણદેવી બેઠકમાં ભાજપના ધારાસભ્ય રિપિટ,વાંસદામાં નવો ચેહરો

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 46 હજાર મતથી જીતનાર પિયુષ દેસાઈને કાપી નવસારીમાં અનાવિલ કોમના જ ભાજપના જૂના કાર્યકર રાકેશ દેસાઈને ટિકિટ આપી

નવસારી બેઠક ઉપર ભારે લીડથી વિજયી થનાર પિયુષ દેસાઈની ટિકિટ કાપી ભાજપે પક્ષના વર્ષો જૂના કાર્યકર રાકેશ દેસાઈને ટિકિટ આપી છે. જલાલપોરના આર.સી.પટેલ અને ગણદેવીમાં નરેશ પટેલને રિપિટ કરી વાંસદામાં પિયુષ પટેલને ટિકિટ આપી છે.

છેલ્લા કેટલાક દિવસથી ભાજપના ચાલી રહેલ ઉત્તેજનાનો ગુરુવારે અંત આવ્યો હતો. પક્ષે વિધાનસભાની ચૂંટણી માટે જિલ્લાની ચારેય બેઠકોમાં ઉમેદવાર સત્તાવાર જાહેર કરી દીધા હતા. સૌથી મોટો ચોંકાવનારો નિર્ણય નવસારી બેઠકના ઉમેદવારને લઇ પક્ષે લીધો હતો. ગત ચૂંટણીમાં 46 હજારથી વધુ મતની સરસાઇથી વિજેતા બનનાર અને 2 ટર્મથી ધારાસભ્ય એવા પિયુષ દેસાઈનું પત્તું કાપી અનાવિલ કોમના જ અને પક્ષના વર્ષો જૂના કાર્યકર રાકેશ દેસાઈને ટિકિટ આપી છે.

રાકેશ દેસાઈ મૂળ આટ ગામના છે પણ ઘણાં સમયથી નવસારી રહે છે. બીજી તરફ ભાજપે જલાલપોર અને ગણદેવી બેઠક ઉપર ઉમેદવાર બદલવાનું મુનાસિબ નહીં માની અનુક્રમે વર્તમાન ધારાસભ્ય આર.સી. પટેલ અને નરેશ પટેલને જ ટિકિટ આપી છે. બીજી તરફ જ્યાં કોંગ્રસના ધારાસભ્ય છે એ વાંસદા બેઠક ઉપર નાયબ મામલતદાર રહેલ પિયુષ પટેલને ટિકિટ આપી છે.

પક્ષની નિષ્ઠા, અનાવિલ અને મંગુભાઈ સાથેની નીકળતા રાકેશભાઈ દેસાઈને ફળી
નવસારીમાં ભાજપ સાથે સક્રિય રીતે સંકળાયેલા લોકો માટે નવસારી બેઠકના ઉમેદવાર રાકેશ દેસાઈ નવુ નામ નથી. જોકે તેમનું નવસારી શહેરના રાજકારણમાં ખાસ પ્રદાન હજુ સુધી રહ્યું નથી. જોકે તેમને ટિકિટ આપવામાં ત્રણેક કારણ મુખ્ય છે, જેમાં તેઓ ભાજપના વર્ષોના નિષ્ઠાવન કાર્યકર રહ્યાં છે, મંગુભાઈ પટેલ સાથે નિકટતા પણ સારી છે તો નવસારી બેઠક ઉપર પ્રભુત્વ ધરાવતી અનાવિલ કોમમાંથી તેઓ આવે છે. તેઓ ઓટોમોબાઈલ એન્જિનીયર છે અને વ્યવસાયે વીમા કંપનીના સર્વેયર છે. તેઓ જિલ્લા ભાજપના કોષાધ્યક પણ છે. જો કે નવસારી બેઠક પરથી અચાનક જ તેમના નામની જાહેરાત થતા હાલના ધારાસભ્યના િવશ્વાસુઓમાં સોપો પડી ગયો છે.

આર.સી.નો વિસ્તારમાં પ્રભાવ, નરેશભાઈનો પક્ષમાં હરીફ જ ન હતો
જલાલપોરમાં પણ આર.સી. પટેલની ટિકિટ બાબતે ચર્ચાઓ ચાલી હતી. જોકે વિસ્તારમાં તેમનો પ્રભાવ જોતા 5 ટર્મથી ધારાસભ્ય આર.સી. પટેલને જ પુન: ટિકિટ આપી છે. ગણદેવી બેઠક ઉપર તો નરેશ પટેલને જ ટિકિટ મળશે એવી સૌને ખાતરી હતી, કારણ કે તેમનો કોઈ મોટો હરીફ જ ન હતો.

પિયુષ દેસાઈની ટિકિટ કાપવામાં જમાલપોરનો મંદિર મુદ્દો કે..
વર્તમાન ધારાસભ્ય પિયુષ દેસાઇ સામે 10 વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન ઉહાપોહ યા નારાજગી જોવા મળી નથી. અને સતત તેમના પર લોકોનો વિશ્વાસ વધતો રહ્યો હતો. ગત ટર્મ રેકર્ડ લીડથી જીત્યા, નવસારીની પાલિકામાં 52માંથી 51 બેઠક મળી, નવસારીની જીવાદોરી પૂર્ણા ડેમ રદ થયા બાદ પુન: મંજૂર પણ કરાવ્યો હતો. જોકે તેમની સામે એક જૂથ જરૂર હતું. જોકે જમાલપોરમાં મંદિર ડિમોલીશન પ્રકરણ તેમને નડ્યાનું ટિકિટ કપાવવા અંગે ચર્ચાઇરહ્યું હતું. તેઓએ જે રીતે તંત્રએ મંદિર મુદ્દો હાથ ઉપર લીધો, ડિમોલીશન કર્યું તે બાબતે નારાજગી પણ બતાવી હતી.

વાંસદામાં આશ્ચર્યજનક ના.મામલતદારને ટિકીટ
ભાજપ માટે વાંસદા બેઠક થોડી મુશ્કેલ ગણવામાં આવે છે. આ બેઠક માટે અનેક નામોની િવચારણા બાદ પક્ષે જુના કાર્યકર, અગ્રણીની જગ્યાએ નાયબ મામલતદાર એવા પિયુષ પટેલને ટિકીટ આપી છે. કુંકણા પટેલ જ્ઞાતિના િપયુષભાઇ એમબીએ થયેલા છે. અહીં ઉલ્લેખનીય છે કે પિયુષ પટેલને સેવા દરમિયાન ધારાસભ્ય અનંત પટેલ સાથે સંઘર્ષ પણ થયાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...