તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત માછી મહામંડળ:દક્ષિણ ગુજરાતમાં ધોલાઇ સિવાઇ બીજુ સુવિધાવાળુ બંદર બનવું જોઇએ

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત માછી મહામંડળની વાર્ષિક સભા પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના વતન ભદેલીમાં મહામંડળના પ્રમુખ વાસુભાઈ ટંડેલના અધ્યક્ષસ્થાને મળી હતી. સભાનું સચાલન મહામંત્રી ફરસુરામ ટંડેલે કર્યું હતું. મંડળનો હેવાલ અને હિસાબ મંજૂર કરવામાં આવ્યો હતો.

મંડળના ઉપપ્રમુખો વસંતભાઇ ટંડેલ, વસનજીભાઈ ટંડેલ, ભગવાનદાસ ટંડેલ, સંગઠનમંત્રી ગજાનંદ ટંડેલ, કોષાધ્યક્ષ ભગવાનભાઇ ટંડેલ, કાર્યકર શૈલેષ ટંડેલ તથા અન્ય હોદ્દેદારો, વ્યવસ્થાપક કમિટીના સભ્યો, મંડળના સભાસદો, ઉદ્યોગપતિ સોમભાઈ ટંડેલ, ભરતભાઈ ટંડેલ, જખો બોટ એસો.ના પ્રમુખ નારણભાઈ ટંડેલ, જગુભાઈ ટંડેલ, પ્રો.નરસિંહભાઈ સહિત વિવિધ ગામના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. મેંધર ગામના ભીખુભાઈ ટંડેલ તરફથી એમના સ્વ. પિતા કાંતિભાઈ જેઠાભાઈ ટંડેલના સ્મરણાર્થે તથા એમના ભાઈ ધર્મીલકુમાર તરફથી સ્વ. માતૃ સોમીબેન કાંતિભાઈ ટંડેલના સ્મરણાર્થે 21-21 હજારનાં પારિતોષિક માટે દાન આપવામાં આવ્યાં હતા.

માછીમારોના વિવિધ પ્રશ્નો જેવા કે વેટ રાહત, ડીઝલ કોટામાં વઘારો, ડીઝલ પર એકસાઈઝ ડયુટી માફી, દરિયાકિનારા ગામોમાં મજબૂત પ્રોટેકશન વોલ, દક્ષિણ ગુજરાતમાં ધોલાઈ બંદર ઉપરાંત બીજું સંપુર્ણ સુવિધાવાળું બીજું બંદર બનાવવું, બોટ પાર્કીંગની સુવિધાઓ, મચ્છી વેચાણ માટે માર્કેટ, મચ્છીની જાળવણી માટે કોલ્ડ સ્ટોરેજની સુવિધા, ફિશીંગને એગ્રીક્લચરમાં ગણવી જેવા અનેક મુદ્દા પર ચર્ચા થઈ હતી. ઉપરાંત મહામંડળે ભવિષ્યમાં હાથ ધરવાના અનેકવિધ કાર્યક્રમોની રજૂઆતો થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...