તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગોતરા જામીન રદ્દ:ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપી અને તત્કાલિન પીઆઈ અજીતસિંહ વાળાની આગોતરા જામીન રદ

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી સમયમાં આરોપી હાઇકોર્ટમાં આગોતરા જમીનની અરજી કરી શકે છે

સમગ્ર ગુજરાત રાજ્યમાં ચકચાર મચાવનાર ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં કુલ છ આરોપીઓ સામે હત્યા અને એટ્રોસિટીને લગતી કલમો ઉમેરી ગુનો નોંધવામાં આવ્યો હતો, ત્યારે એક પોલીસ અધિકારી અને બે પોલીસકર્મીઓ દ્વારા આગોતરા જામીનની અરજી મુકાયા બાદ તેને પાછી ખેંચી હતી અને ફરિવાર અરજી મુકતા નવસારી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ દ્વારા આગોતરા જામીન અરજીને નકારવામાં આવી છે.

સરકારી વકીલે ધારદાર રજૂઆત કરી હતી કે મૃતકોના શરીર પર ઉઝરડા નિશાન હતા થર્ડ ડિગ્રીનો ઉપયોગ થયેલ હતો તેમજ એટ્રોસીટી એક્ટની કલમ 18 મુજબ ગુના આક્ષેપ હોય જેમાં આગોતરા જામીન આપી શકાય નહીં એ જાણવા છતાં આરોપી પોલીસ અધિકારી હોય છતાં ધરપકડથી ભાગે છે એ સૂચવે છે કે ગુનાહિત કૃત્ય થયુ હોવું જોઈએ. જેથી આરોપીના જામીન નામંજુર કરવાનો હુકમ નવસારી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ દ્વારા કરવામાં આવ્યો છે.

21મી જુલાઈએ ચીખલી પોલીસ સ્ટેશનમાં કથિત રીતે આપઘાત કરનાર બે યુવાનના ન્યાય પ્રકરણમાં આદિવાસી સમાજ એ પ્રથમ દિવસથી જ ન્યાય માટેની માંગ કરી હતી અને આંદોલનો ચલાવ્યા હતા, ત્યારે 27મી જુલાઈએ આ પ્રકરણમાં મૃતકોના પરિવારને ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા માટે અરજી આપી હતી કે અરજીને ફરિયાદમાં ફેરવવામાં આવી હતી અને 302 કલમ હેઠળ કસૂરવાર 6 પોલીસ અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

હત્યાની ફરિયાદ નોંધવાની ઘટનાને આજે 42 દિવસ થવા આવ્યા છતાં પણ પોલીસે કસૂરવારોમાંથી કોઈની પણ હજી સુધી ધરપકડ કરી નથી જેને લઇને આદિવાસી સમાજમાં આ મામલે રોષ વ્યાપી ગયો હતો અને પોલીસ વહેલી તકે તેમની ધરપકડ કરે તેવી ઉગ્ર માંગ કરી છે. ગત ચોથી અને ત્રીજી ઓગસ્ટ એ તત્કાલીન પીઆઈ અજીતસિંહ વાળાએ નવસારી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જેની જાણ આદિવાસી આગેવાનોની થતા તેમના ધરપકડની માંગ વધુ ઉગ્ર બનતા આરોપી પી.આઈ એ અરજી પછી ખેંચી હતી અને ફરીવાર અરજી કરી હતી. ચીખલી સમાજના આગેવાનો અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ,ડાંગના ધારાસભ્ય વિજય પટેલ એ આરોપી પોલીસ કર્મીઓના ધરપકડની માંગ નવસારી જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને કરી છે ત્યારે અધિકારીઓ તેમને સમજાવીને આગામી સમયમાં આ મામલે યોગ્ય કાર્યવાહી થશે તેવી હૈયાધારણા આપી હતી.

જામીન મંજૂર થાય તો તપાસને અસર થાય
એટ્રોસિટી એકટ હેઠળ આરોપીને એનો લાભ મળી શકે નહીં. અરજદાર આરોપી પોલીસ અધિકારી હોય તપાસમાં ફરિયાદ પક્ષના પુરાવા મેળવવાની કામગીરીમાં અડચણ ઉભી કરી પોતાના હોદ્દાનો ઉપયોગ કરી-કરાવી તપાસ દરમિયાન પ્રભાવિત કરવાની શકયતા છે. અરજદાર આરોપી પોલીસ સ્ટેશનના અધિકારી છે એટલે સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં જે કોઈ કાર્યવાહી, કામગીરી થાય તે બાબતે તેમને જાણ કર્યા વગર થઈ શકે તેવું અશક્ય છે. > તુષાર સુળે, સરકારી વકીલ, નવસારી

અન્ય સમાચારો પણ છે...