તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ભાજપના પૂર્વ ઉપપ્રમુખની હત્યામાં વધુ એક ઝડપાયો

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4ને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ

ભાજપ યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અને વર્ષ-2017મા નિલેશ વનમ નામના યુવાનની ગરબા રમવા બાબતે થયેલી બોલાચાલી બાદ તેની હત્યા થઈ હતી. આ હત્યામાં શૈલેષ પરમારનું નામ પણ આવ્યું હતું. હત્યાના ચાર વર્ષ બાદ નિલેશના નાના ભાઈ ઉમેશ વનમે ભાઈની હત્યાનો બદલો લેવા રવિવારે રાત્રે ઘર નજીક શૈલેષ પર ઉમેશ વનમે તેના સાગરીતો સાથે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે ઉમેશ વનમ સહિત 4 સુમિત જાધવ, અજીત મિશ્રા, પિયુષ રાજપૂતની અટક કરી હતી. જેમને મંગળવારે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર
શૈલેષ પરમારની હત્યા કેસના 6 પૈકી 4 આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાઇ ગયા હતા. જ્યારે બે ફરાર પૈકી આરોપી રાજેશ ઉર્ફે દિવાકર કાલિયોને મળેલી બાતમીના આધારે મંગળવારે અપોકો દિગ્વિજયસિંહ રવજીભાઇએ ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...