અકસ્માત:નવસારીના નેશનલ હાઇવે-48 પર ફરી અકસ્માત સર્જાયો, સીસોદ્રા ઓવરબ્રિજ પર એક સાથે 4 વાહનોનો ઠોકાયા

નવસારી22 દિવસ પહેલા

સિસોદ્રા હાઇવે પાસે કારે એકાએક બ્રેક મારતા પાછળ આવતી કાર પણ બ્રેક મારતા 4 વાહનો એકબીજા સાથે ઠોકાયા હતા જેમાં હાઇવે પર ટ્રાફિક જામ થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. નવસારી જિલ્લાના હાઇવે અને સ્ટેટ હાઇવે પણ અકસ્માતોની વણઝાર લાગી હોય તેમ 2022 ના અંતિમ દિવસે થયેલા ગોઝારા અકસ્માતમાં 9 ના મોતની શાહી સુકાય નથી ત્યાં ઉપરા છાપરી 5 થી વધુ અકસ્માત પોલીસ ચોપડે નોંધાયા છે.આજે ફરીવાર સિસોદ્ર ઓવર બ્રિજ પાસે આગળ ચાલતી કારે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી કારનું નિયંત્રણ ન રહેતા અકસ્માત થયો હતો.

સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાન હાની નોંધાઈ નથી.પણ વાહનોને વ્યાપક નુકશાન થયું છે.અકસ્માતની જાણ ગ્રામ્ય પોલીસ અને હાઇવે ઓથોરિટી ના અધિકારીઓને થતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.અકસ્માતને લઈને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો પણ પોલીસે વાહનો ખસેડીને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...