તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઢોરના ત્રાસમાંથી મુક્તિ ક્યારે?:નવસારી શહેરમાં રખડતા પશુના કારણે વધુ એક અકસ્માત સર્જાયો, ઘાયલ યુવક પર ન્યુરો સર્જરી કરવી પડી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રખડતા ઢોરને કારણે શહેરમાં ત્રીજી મોટી ઘટના બની

નવસારી શહેરમાં દિવસે દિવસે રખડતા ઢોરનો ત્રાસ શહેરીજનોને રાજમાર્ગો અને રસ્તા પરથી ચાલવું દુષ્કર બનાવી રહ્યો છે નવસારી શહેરમાં જો જીવિત રહેવું હોય તો રાજમાર્ગો પરથી વાહન ફરજિયાત ધીમું હાકવાની ફરજ શહેરીજનોની છે કારણકે રાજમાર્ગો પર અડીંગો જમાવીને બેસી રહેતા ઢોર કોઈપણ સમયે બાઈક ચાલકો સાથે અકસ્માત નોતરી તેમને મોતના મુખમાં ધકેલી શકે છે.

ઇજાગ્રસ્ત યુવાન મર્ઝબાન
ઇજાગ્રસ્ત યુવાન મર્ઝબાન

નવસારી ના આવાબાગમાં રહેતા મર્ઝબાન પંથાકી (ઉ.વ.39)ઇટાળવા રોડ થી નવસારી સાંજે 7:40 વાગ્યે આવી રહ્યા હતા ત્યારે ઈટાળવા રોડ પાસે વાછરડા રસ્તો ક્રોસ કરતા તેમને અકસ્માત નડ્યો હતો અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓને સિવિલ લઇ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.ગઇકાલે 7 વાગીને 40 મિનિટ એ ઇટાળવા પોતાનું અંગત કામ પતાવીને મર્ઝબાન ભાઈ પોતાના ઘરે આવવા નીકળ્યા હતા ત્યારે ઇટાળવા પાસે એક વાછરડું એકાએક રસ્તો ક્રોસ કરતા મર્ઝબાનભાઈ રસ્તા વચ્ચે પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને વધુ સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા અને ન્યુરો સર્જરી કરવાની જરૂર ઉભી થઈ હતી ત્યારે સુરત ખાતે ત્રણ કલાક ચાલેલા ઓપરેશન દ્વારા હાલ ઇજાગ્રસ્ત મર્ઝબાન ભાઈ ની તબિયત સ્થિર છે તેવું તેમના પરિવાર દ્વારા જાણવા મળ્યું છે સાથે આ અકસ્માતમાં પરિવાર ને 3 લખથી વધુનો સારવારનો ખર્ચો આવી શકે છે.

વોર્ડ નંબર 13 ના નગરસેવક પ્રીતિ અમીન અને વિજય રાઠોડ
વોર્ડ નંબર 13 ના નગરસેવક પ્રીતિ અમીન અને વિજય રાઠોડ

વોર્ડ નંબર 13 નગરસેવિકા પ્રીતિ અમીન અને વિજય રાઠોડ દ્વારા આજે જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં જિલ્લા ના પાડોશી તાલુકા બારડોલીમાં નાયબ કલેક્ટર ગુજરાત નગરપાલિકા અધિનિયમ 133 મુજબનું જાહેરનામું બહાર પાડેલ છે. આ જ રીતે નવસારીમાં પણ આ રીતનું જાહેરનામું બહાર પાડવાની હાલ સ્થિતિ ઉત્પન્ન થઇ છે તેને લઈને એક આવેદન આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...