તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરાનાની બીજી લહેર:નવસારીમાં વધુ 44 કેસ નોંધાયા, 18 ને રજા અપાઈ

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

એપ્રિલ મહિનો નવસારી જિલ્લા માટે આફત લઈ આવ્યો છે અને આ મહિનાના હજુ 13 દિવસ જ પુરા થયા છે ત્યાં સરકારી ચોપડે 340 પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. આમ તો માર્ચના અંતિમ દિવસોમાં નવસારી જિલ્લામાં કોરોનાના કેસ વધવાની શરૂઆત થઈ હતી પરંતુ એપ્રિલ મહિનો શરૂ થતા પોઝિટિવ કેસોમાં ઉછાળ આવ્યો છે.

આંકડાકીય વિગત જોઈએ તો એપ્રિલ શરૂ થયો તે અગાઉ જિલ્લામાં પોઝિટિવ કેસોનો કુલ આક 1711 હતો, જેમાં વધારો થતાં આજે 13 એપ્રિલે કુલ આંક 2051 ઉપર પહોંચી ગયો છે. આમ માત્ર 13 દિવસમાં જ સરકારી ચોપડે કોરોનાના કેસો 340 નોંધાઈ ચુક્યા ચુક્યા છે. જિલ્લામાં નવસારી સહિત દરેક તાલુકામાંથી નવા કેસો બહાર આવ્યા છે. સરકારી ચોપડે નોંધાયેલ કેસો કરતા વાસ્તવિક કેસોની સંખ્યા તો ઘણી છે.

અહીં ઉલ્લેખનીય વાત એ પણ છે કે એક્ટિવ કેસોમાં પણ માત્ર 13 દિવસમાં ભારે વધારો થયો છે. એપ્રિલ શરૂ થવા અગાઉ જે 77 હતા,તે એક્ટિવ કેસ 263 થઈ ગયા છે. વધુ સંખ્યામાં કેસો નોંધાઈ રહ્યા છે પરંતુ સરકારી ચોપડે કોઈ કોરોનાના દર્દીનું મૃત્યુ 4 મહિનાથી નોંધાયું નથી.

નવસારીના દાતાઓની સખાવત
નવસારીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજનના મશીન માટે નવસારીના ધારાસભ્યએ ટહેલ નાખતા બે દાતાઓએ લાખો રૂપિયાના ઓક્સિજન મશીનો નવસારીમાં અને વ્યારાની હોસ્પિટલમાં દાનમાં આપ્યા હતા. નવસારીમાં સોમવારે 10 જેટલી હોસ્પિટલમાં 20 જેટલા ઓક્સિજન મશીનો ભેટમાં આપ્યા બાદ મંગળવારે પણ સખાવત કરતા એન. જે.ગ્રુપના નીરજભાઈ ચોક્સી અને જીજ્ઞેશભાઈ દેસાઇએ નવસારીના ધારાસભ્યના પ્રયાસથી અન્ય 5 ઓક્સિજન મશીન ભેટમાં આપ્યા છે. જેમાં એક મશીન ધન્વંતરિ આયુર્વેદક રિસર્ચ સેન્ટર, વ્યારા ખાતે, બે મશીન કેજલ હોસ્પિટલ ખાતે અને એક મશીન સુશ્રુષા હોસ્પિટલમાં દાનમાં આપી માનવતાાં મહેકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો