રોગચાળો:કોલેરાગ્રસ્ત જાહેર અંબાડા ગામમાં વધુ 27 કેસ, 5 ગામમાં ખાણીપીણીની લારીઓ બંધ

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસમાં કુલ કેસોનો આંક 66 ઉપર પહોંચ્યો, સીએચસીમાં હાલ 35 દર્દી સારવાર હેઠળ
  • વધુ 20 જણાને સામૂહિક કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવાની ફરજ પડી, 3 સાજા થતા રજા અપાઇ

નવસારી તાલુકાના અંબાડા ગામને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયા બાદ બુધવારે વધુ 27 ઝાડા ઉલટીના કેસ બહાર આવ્યા હતા,જેની સાથે કુલ કેસોનો આંક 66 ઉપર પહોંચ્યો છે. નવસારી તાલુકાના પૂર્વ વિભાગે આવેલ અંબાડા ગામે સોમવારે 12 અને મંગળવારે 27 જણાને ઝાડા ઉલટી થયા હતા.જેમાં 18 જણાને તો સીએચસીમાં દાખલ કરવાની ફરજ પડી હતી. આરોગ્ય વિભાગે સેમ્પલ ચકાસણી કરાવતા કોલેરા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

જેને લઈને મંગળવારે જિલ્લા મેજિસ્ટ્રેટેે તાબડતોડ જાહેરનામું બહાર પાડી અંબાડા ગામ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો. ઉપરાંત નજીકના 4 ગામ ઉગત,વસર, ટોળી અને સિંગોદને કોલેરા ભયગ્રસ્ત પણ જાહેર કર્યું હતું. ત્યારબાદ બુધવારે પણ નવા કેસો બહાર આવ્યા હતા. મળતી માહિતી મુજબ નવા 27 કેસો અંબાડા ગામે ઝાડા ઉલટીના બહાર આવ્યા હતા. વધુ 20 જણાને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ પણ કરવા પડ્યા હતા. જેની સાથે દાખલ દર્દીઓની સંખ્યા 38 થઈ ગઈ હતી.જોકે 3 દર્દીને રજા પણ આપવામાં હતી અને હાલ દાખલ દર્દી 35 રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...