તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી જિલ્લાના 3 તાલુકાના 3 સેન્ટરો 234 હેલ્થકર્મીને કોવિડ વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. નવસારી, જલાલપોર અને ખેરગામ તાલુકાના 3 સેન્ટર ઉપર સોમવારે કોવિડ વેક્સિનનો બીજો ડોઝ અપાયો હતો. જિલ્લામાં બીજો ડોઝ આપવાની આ શરૂઆત હતી અને 271 હેલ્થકર્મીને અપાયો હતો. મંગળવારે સતત બીજા દિવસે પણ બીજો ડોઝ અપાયો હતો.
જિલ્લાના અન્ય 3 તાલુકામાં ડોઝ આપવાની કામગીરી કરાઈ હતી. જેમાં ગણદેવી તાલુકાની ખારેલ હોસ્પિટલમાં 95, ચીખલી તાલુકાના રૂમલા પીએચસીમાં 66 અને વાંસદા તાલુકાની ઉદિત હોસ્પિટલમાં 73 હેલ્થકર્મીને વેક્સિનનો બીજો ડોઝ અપાયો હતો. કુલ 234 જણાને બીજો ડોઝ અપાયો હતો.બે દિવસમાં જિલ્લાના 6 તાલુકામાં કુલ 505 હેલ્થકર્મીને બીજો ડોઝ અપાયો હતો.
મંગળવારે પણ કોરોનાનો કેસ નહીં
જિલ્લામાં સોમવારે કોરોનાની ચકાસણી માટે જે 396 સેમ્પલ લેવાયા હતા,તેમાંથી કોઈ પોઝિટિવ આવ્યું ન હતું અને કુલ કેસનો આંક 1567 જ રહ્યો હતો. મંગળવારે વધુ એક દર્દી રિકવર થયો હતો,જેની સાથે કુલ રિકવર સંખ્યા 1462 થઈ હતી. જિલ્લામાં એક્ટિવ કેસ માત્ર 3 જ રહ્યા હતા.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.