તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મટકીફોડનું આયોજન નહીં:જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવને લઇને જાહેરનામું પ્રસિદ્ધ, જન્માષ્ટમીમાં શોભાયાત્રામાં 200થી વધુ વ્યક્તિ સામેલ થઈ શકશે નહીં

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જન્માષ્ટમીમાં અતિ મહત્વના ભાગ કહેવાતા મટકીફોડનું આયોજન થઈ શકશે નહીં
  • નવસારી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું,મૂર્તિની ઉંચાઇ, સ્થાપન અને હાજરી સહિતની બાબતોએ દિશાનિર્દેશ જારી

આગામી સમયમાં હિન્દુ ધર્મના બે મહત્ત્વના તહેવારો આવી રહ્યા છે જેમાં કોરોના સંક્રમણ ન વધે અને ફરિવાર નવસારી જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં વધારો ન થાય તેની તકેદારીના ભાગરૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને મળેલી સત્તાને આધીન એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જન્માષ્ટમી અને ગણેશઉત્સવમાં કઈ રીતે નિયમોનું પાલન સાથે ઉત્સવની ઉજવણી થાય તેનું માર્ગદર્શન કરવામાં આવ્યું છે.

આગામી તારીખ 30 ઓગસ્ટથી જન્માષ્ટમીની ઉજવણી થનાર છે જેમાં રાતના 12:00 એ પરંપરાગત રીતે યોજાતા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી શકાશે, પણ આ ઉજવણી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. મંદિરમાં 200થી વધુ લોકો દર્શનનો લાભ કરી શકશે સાથે જ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવા સાથે ગોળ કુંડાળા કરી તેમાં ઊભા રહીને દર્શન કરવાની વ્યવસ્થા કરવાની રહેશે. શોભાયાત્રામાં 200થી વધુ વ્યક્તિઓ સામેલ થઈ શકશે નહીં અને જન્માષ્ટમીમાં અતિ મહત્વના ભાગ કહેવાતા મટકીફોડનું આયોજન થઈ શકશે નહીં. તેવો સ્પષ્ટ ઉલ્લેખ જાહેરનામા કરવામાં આવ્યો છે.

એવી જ રીતે ગણેશ મહોત્સવને લઇને પણ એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં સાર્વજનિક ગણેશ મંડળ માં ચાર ફૂટ અને ઘરોમાં બે ફૂટની ગણેશ મૂર્તિ સ્થાપન કરી શકાશે પડાલ અને મંડપ શક્ય એટલો નાનો રાખવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. મંડપમાં ગોળ કુંડાળા કરીને દર્શનની વ્યવસ્થા કરવાની રહેશે. સાથે ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફત સ્થાપના અને વિસર્જન કરી શકાશે. ઘરે પ્રસ્થાપિત કરેલી મૂર્તિનું વિસર્જન ઘરે થશે અને સાર્વજનિક પ્રસ્થાપિત કરેલું મૂર્તિનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવાનું રહેશે.

આ જાહેરનામાથી વિપરીત કોઈ પણ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરતાં જણાય તો ભારતીય દંડ સંહિતાની કલમ 188 ગુજરાત પોલીસ અધિનિયમ 1951 કલમ 131 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51 થી 58 ની જોગવાઈ મુજબ ગુના માટે શિક્ષાને પાત્ર થશે.

ગણેશોત્સવમાં મુકાયેલા નિયંત્રણ

  • સાર્વજનિક મહોત્સવમાં મહત્તમ 4 ફૂટની, ઘરમાં મહત્તમ 2 ફૂટની પ્રતિમા સ્થાપન { પંડાલમાં દર્શન માટે ‘ગોળ કૂંડાળા’ કરીને દર્શનની વ્યવસ્થા { માત્ર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે, કોઈ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો નહીં.
  • ઘર પર સ્થાપન, પ્રતિમાનું વિસર્જન ઘરે જ કરવું હિતાવહ.
  • સ્થાનિક સત્તા મંડળ દ્વારા બનાવાયેલ ‘કૃત્રિમ વિસર્જન કુંડ’માં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે.

કૃષ્ણ જન્મોત્સવમાં આટલા નિયંત્રણ

  • મંદિર પરિસરમાં એકસાથે એક સમયે મહત્તમ 200 જણાં દર્શન કરી શકશે.
  • મંદિર પરિસરમાં ગોળ કૂંડાળા (સર્કલ) કરીને ઉભા રહી દર્શન કરવા.
  • મહત્તમ 200 વ્યક્તિ સાથે મર્યાદિત રૂટ, મર્યાદિત વાહનોમાં પારંપરિક શોભાયાત્રા

મટકી ફોડનો કાર્યક્રમ પણ નહીં યોજાય
જન્માષ્ટમી પર્વ ઉપર જિલ્લામાં કેટલીક જગ્યાએ ‘મટકી ફોડ’ના કાર્યક્રમ પણ થાય છે. નવસારીમાં લુન્સીકૂઈ, શિવાજી ચોક વગેરે વિસ્તારમાં તો મોટી સંખ્યામાં આ કાર્યક્રમોમાં લોકો ભેગા થાય છે. અનેક શેરીઓમાં પણ થાય છે. જોકે બહાર પડાયેલ જાહેરનામામાં મટકી ફોડના કાર્યક્રમ કરી શકાશે નહીં એમ સ્પષ્ટપણે કહી દેવાયું છે.

નવરાત્રીની ગાઇડલાઇન બહાર પડાઇ નથી
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જે જાહેરનામુ હાલ બહાર પાડવામાં આવ્યું છે તે માત્ર કૃષ્ણ જન્મોત્સવ અને ગણેશોત્સવ માટે જ છે. આગામી સમયમાં જિલ્લામાં વધુ ઉજવાતો ‘નવરાત્રી ઉત્સવ’ પણ આવી રહ્યો છે. જેમાં પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. જોકે ‘નવરાત્રી ઉત્સવ’ને હજુ ઘણાં દિવસ બાકી હોય તેની કોઈ ગાઈડલાઈન, જાહેરનામુ બહાર પડ્યું નથી. નવરાત્રીના આયોજકો, ખેલૈયાઓ સરકારના દિશાનિર્દેશની રાહ જોઈ રહ્યાં છે.

ગણેશ ઉત્સવ ગાઇડલાઇન સાથે થશે
સરકારની ગાઇડલાઇન મુજબ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. સરકારે ઉજવણી કરવાની છૂટ આપી તે બદલ સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ. મંડળોએ પણ ‘કોરોના’ સંદર્ભે કાળજી રાખવી પડશે. - કનક બારોટ, પ્રમુખ, નવસારી ગણેશ સંગઠન

અન્ય સમાચારો પણ છે...