રજૂઆત:પ્રાણી અત્યાચાર નિવારણ સોસા.એ રખડતા ઢોર માટે જગ્યાની માંગ કરી

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં રખડતા ઢોરના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત

નવસારીમાં રખડતા ઢોરને નિયંત્રણ માં લાવવા માટે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા કલેકટરને ઉદેશીને જગ્યાની માંગ કરી હતી. સાજનભાઈ ભરવાડ, કિશોરભાઈ કબાટવાળા, રાકેશભાઈ શર્મા, વિરાજ ગાયકવાડ, મહેન્દ્ર ભાઈ દરબારે કલેકટરને જગ્યા ફાળવવા માટેની માંગ કરતું આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યુ કે, નવસારી શહેર, તાલુકામાં વારસી બિનવારસી રખડતા ઢોરોના લીધે આમ જનતા ત્રાહિમામ છે, અસંખ્ય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તથા માલ-સામાન (ગાડી-દુકાનો)ને નુકશાન થયેલ છે.

પરમ દિવસે પણ કલેકટર ઓફિસ નજીક જ 20 વર્ષીય આદિવાસી યુવાને જીવ ગુમાવ્યો છે. જે પરિવાર આવા હાદસામાં પોતાના સ્વજનને ગુમાવે છે. તેનો દુઃખ તો તે પરિવાર જ સમજી શકે છે. ક્યાંય ને ક્યાંય આ માટે પ્રશાસન-નગરપાલિકા જવાબદાર છે. સાથે સાથે જે ઢોરોનું આકસ્મિક, કુદરતી મૌત થાય છે, તો તેમને ડમ્પયાર્ડમાં નાંખી દેવામાં આવે છે, ખૂબ જ દુઃખદ છે. આ ઘોર પાપનું ભાથુંના બંધાય તે માટે આપ સરકારને અપેક્ષા સાથે નમ્ર વિનંતી છે કે, રખડતાં ઢોરોના ત્રાસનો કાયમી ઉકેલ લાવો.

છેલ્લા 10 વર્ષ (સંધ્યાબેન ભૂલર, કલેક્ટરશ્નો) હતા ત્યાથી આ બાબતે રજુઆતો કરીએ છીએ, પણ અફસોસ કોઈ નિર્ણય થતો નથી. આ બાબતે તાત્કાલિક નિર્ણય લઈ કોઈ પણ સરકારી (ખરાબાની) જગ્યા ફાળવો જેથી આ વારસી, બિનવારસી ઢોરોને ત્યાં પાણી અને ઘાસચારાની વ્યવસ્થા સાથે રાખી શકાય અને એમની આકસ્મિક, કુદરતી મૌત થાય તો અંતિમવિધિ (દફનવિધિ) પણ થઈ શકે. આનો વહીવટ નગરપાલિકા કરે. અને જો નગરપાલિકા આ માટે સંમતના થાય તો SPCA જેની સરકારે સ્થાપના જ આવા કામો માટે કરી છે.

અન્ય સમાચારો પણ છે...