તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાફસફાઈનો અભાવ:ઇટાળવા સુધીની વરસાદી ગટરમાં દૂષિત પાણી છોડાતા રોષ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં બેવાર અરજી કરવા છતાં કોઈ પગલાં નહીં

જમાલપોરમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા લોકોએ નવસારી-વિજલપોર નગરપાલિકામાં ત્રીજીવાર લેખિતમાં ફરિયાદ કરતા જણાવ્યું કે વૃંદાવન સોસાયટીની બહાર આવેલ મુખ્ય માર્ગની બન્ને બાજુની વરસાદી પાણીની ગટરોની સાફસફાઈ થઈ નથી. આ દૂષિત પાણીની ગટરોમાં જીવજંતુનો ઉપદ્રવ વધી ગયો છે. કેટલીક સોસાયટીમાં ગટરની વ્યવસ્થા નહીં હોય ખાળકૂવાનું ગંદુ પાણી જાહેરમાં છોડતા તે આ વરસાદી ગટરમાં પસાર થાય છે. જે સ્થાનિકોના આરોગ્ય માટે જોખમકારક છે. સાંજે અહીંથી વોક કરનારા સિનિયર સિટીઝનોએ મોઢે રૂમાલ મૂકી પસાર થવું પડે છે. જેથી જમાલપોરથી ઈંટાળવા સુધીની વરસાદી પાણીની ગટરનું તાત્કાલિક ધોરણે સાફસફાઈ કરવામાં આવે એવો અનુરોધ કર્યો હતો.

વરસાદી પાણીની ગટરની સાફસફાઈ નિયમિત થવી જોઈએ
જમાલપોરથી ઈંટાળવા જતી વરસાદી પાણીની ગટરો સાફસફાઈ નિયમિત થવી જોઈએ. લોકોના આરોગ્યની સામે ખતરા સમાન હોય તેની સફાઈ કરાવવી એ પાલિકાના હોદ્દેદારોનો ડાબા હાથનો ખેલ છે છતાં બેવાર અરજી કરવા છતાં પગલાં ભરાયા નથી. નાના કામ માટે વારંવાર ફરિયાદ કરવી પડતી હોય ત્યારે મોટા કામો હજુ બાકી છે ત્યારે શું થશે તેની ચિંતા છે. વોર્ડ નંબર-13ના નગરસેવક પણ આવતા નથી. > ઉપેશ પટેલ, સામાજિક કાર્યકર, વૃંદાવન સોસાયટી, જમાલપોર

અન્ય સમાચારો પણ છે...