તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળાની ભીતિ:શિવનગર સોસા.-ગૌરીશંકર મહોલ્લામાં જીવાતવાળુ પાણી આવતા લોકોમાં રોષ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100થી વધુ ઘરોમાં પુનઃ જીવાતવાળુ પાણી શરૂ થતાં રોગચાળાની ભીતિ

નવસારી-વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર-1મા સમાવિષ્ટ શિવનગર સોસાયટી અને ગૌરીશંકર મહોલ્લામાં 100થી વધુ ઘરમાં છેલ્લા 2 દિવસથી જીવાતવાળું પાણી આવતા રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઈ છે. જોકે કોરોના મહામારી અગાઉ પણ જીવાતવાળું પાણી આવતું હતું પણ તે વખતે પાલિકાએ કામગીરી કરતા જીવાતવાળું પાણી બંધ થયું હતું.

નવસારી-વિજલપોર નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં સમાવિષ્ટ શિવનગર અને ગૌરીશંકર મહોલ્લામાં આશરે 100 થી વધુ ઘરમાં જીવાતવાળું પાણી આવતા લોકોમાં નગરપાલિકા સામે રોષ ફેલાયો છે. આ વિસ્તારમાં જીવાતવાળું પાણી આવતા લોકોમાં બીમારી ફેલાવાની સંભાવના વર્તાઈ રહી છે. આ અંગે સ્થાનિક નગરસેવકને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નહીં હોવાની માહિતી મળી છે. આ વિસ્તારના લોકોને પીવાનું પાણી જીવાતવાળુ આવવાથી પીવાનું પાણી સ્વખર્ચે લાવી રહ્યાં છે. જેને પગલે નવસારી પાલિકાની કરોડોની પાણી યોજના હોવા છતાં જીવાતવાળું પાણી આવતા આ વિસ્તારના લોકોમાં પાલિકા સામે રોષ ફેલાયો છે. હવે પછી જીવાતવાળું પાણી નહીં આવે તેવી કાર્યવાહી કરવા સ્થાનિકોએ અપીલ કરી છે.

છેલ્લા બે દિવસથી પાણીમાં જીવાત આવે છે
અમારા વિસ્તારમાં જીવાતવાળું પાણી 2 દિવસથી આવી રહ્યું છે. જેમાં કોઈવાર સવારે અને કોઈવાર બપોરે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીમાં પહેલા જીવાતવાળુ પાણી આવતું પણ લોક ફરિયાદને પગલે સારું પાણી આવતું હતું પરંતુ પાછું જીવાતવાળુ પાણી દેખાતા રોગચાળો ફાટી નીકળશે તેવું લાગી રહ્યું છે. > મુકેશભાઈ, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...