તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમસ્યા:નવસારીમાં બિરસા મુંડા માર્ગ પર બે દિવસમાં બે ભૂવા પડતા લોકોમાં રોષ

નવસારી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાને લેશમાત્ર ગંભીરતા નથી

નવસારીમાં વરસાદ બાદ રસ્તા બિસ્માર બની ભૂવા પડી રહ્યા છે. ટાટા હાઇસ્કૂલ પાસે એક જ સ્થળે બે વાર ભૂવા પડવાની ઘટના બની હતી ત્યારબાદ બિરસા મુંડા માર્ગ ઉપર બે દિવસમાં બે સ્થળે ભૂવા પડવાની ઘટનાએ સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે. કોંગ્રેસ દ્વારા ભૂવા અને ખાડાપૂજનનો કાર્યક્રમ કરવા છતાં નવસારી-વિજલપોર પાલિકાના અધિકારીઓ ગંભીરતાથી કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ ફેલાયો છે.

નવસારીનાં બિરસા મુંડા માર્ગમાં આવેલા સાગર બેન્ડ પાસે રસ્તાની બાજુમાં 15 દિવસ પહેલા ભૂવા પડ્યા હતા. જેમાં નવસારી-વિજલપોર નગરપાલિકાને જાણ કરતા તેમના કર્મચારીઓ આવીને માત્ર છારૂ પૂરીને ખાડો ભરી જાય છે. વરસાદ પડતા પાછો ભૂવો પડતા લોકોમાં આક્રોશ છે. સ્થાનિકોએ આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરી નથી. મંગળવારે બિરસા મુંડા માર્ગના પ્રવેશદ્વાર આગળ જ બપોરે ભૂવો પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાણીની લાઈન તૂટી જતા માર્ગ ધોવાઈ જતા ભૂવાનું નિર્માણ થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ જગ્યા ઉપર અગાઉ પણ અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખતી વેળાએ પાઈપ તૂટવાની ઘટના અગાઉ બે વાર બની હતી પરંતુ ત્યારે નગરપાલિકા દ્વારા રીપેર કરી ડામર માર્ગ બનાવ્યો હતો પણ મંગળવારે પાઈપલાઈન તૂટી જતા ભૂવો પડતા તે બાબતે નગરપાલિકામાં જાણ કરી હતી. પાલિકાના અધિકારીઓએ આવીને ભૂવાની અંદર તૂટી ગયેલી પાઈપલાઈન રિપેર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ માર્ગ ઉપર પડેલા ભૂવાનું રિપેર કામગીરી ન કરતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો