તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચીખલી તાલુકાના નોગામા ગામે આવેલા મુખ્ય રસ્તા પર ગરનાળુ તૂટી જતાં ભારે વાહનોના આવાગમન પર બ્રેક લાગી ગઇ છે. જેને પગલે ગ્રામવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તૂટેલા ગરનાળાના કારણે નાના વાહનો જ પસાર થઇ શકતા હોવાથી ગ્રામવાસીઓએ આ બાબતે ઉચ્ચ કક્ષાએ અવારનવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલાં ન લેવાતા શનિવારે સ્થાનિક અગ્રણીઓએ ચીખલી ટીડીઓને લેખિત ફરિયાદ કરી તાત્કાલિક ધોરણે ગરનાળુ તેમજ રસ્તાની મરામત માટે યોગ્ય કાર્યવાહી કરવા આવેદન પત્ર પાઠવ્યું છે.
ચીખલી તાલુકાના નોગામા ગામે પ્રવેશદ્વારથી જ ખખડધજ રસ્તો અને તૂટેલુ ગરનાળુથી લોકો પરેશાન થઇ ચૂક્યા છેે. હાલમાં તૂટી ગયેલું ગરનાળુ આઝાદી પૂર્વે બનાવાયું હતું. ત્યારબાદ આજદિન સુધી તેની મરામત કરાઇ નથી. આ જર્જરિત ગરનાળાના કારણે મોટા અકસ્માતની શક્યતા તોળાઇ રહી છે. ભારે વાહનો ગામમાં પ્રવેશી શકતા નથી. જેના કારણે એસટી સેવા પણ ગ્રામવાસીઓને મળતી નથી. આવા સંજોગોમાં ગ્રામવાસીઓએ ખાનગી વાહનોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.
તૂટેલુ ગરનાળુ બાબતે સ્થાનિક અગ્રણીઓ અને ખેડૂતોએ અવારનવાર મામલતદાર સુધી રજૂઆતો કરી હતી, પરંતુ આજદિન સુધી તે અંગે કાર્યવાહી કરવામાં આવી નથી. રિપેરીંગ કરવાની વાત તો દૂર રહી, પરંતુ રજૂઆત બાદ પણ સ્થાનિક અધિકારીઓ તે જોવા સુદ્ધા આવ્યા નથી. જેને લઇને ગ્રામવાસીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
અવારનવાર રજૂઆત છતાં તે અંગે કોઇ નિર્ણય ન લેવાતા શનિવારે સ્થાનિક અગ્રણીઓએ ચીખલી મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે ગરનાળુ બનાવવા અનુરોધ કર્યો છે. જો ગરનાળુ રિપેર નહીં કરાય અથવા તો તે નવું નહીં નંખાય તો આગામી દિવસોમાં ગ્રામવાસીઓ મામલતદાર કચેરીએ મોરચો માંડી કામગીરી કરાવવા મજબૂર બનશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
400 મીટર રસ્તો પણ ખખડધજ
ગામના પ્રવેશદ્વારે જ ગરનાળુ તૂટેલી હાલતમાં તો રસ્તાના પણ ઠેકાણા નથી. અંદાજિત 400 મીટર જેટલો રસ્તો ખખડધજ હાલતમાં જ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી આ રસ્તો પણ બનાવાયો નથી. તેના કારણે પણ સ્થાનિકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે. અનેક ગામોમાં રસ્તાઓ રિકાર્પેટિંગ થતા રહ્યા છે, પરંતુ નોગામા ગામના પ્રવેશદ્વારે જ આવેલો રસ્તો ખખડધજ હાલતમાં હોવા છતાં રાજકીય આગેવાનો કે સત્તાધીશોનું તેના પર ધ્યાન જતું નથી. તેને લઇને પણ ગ્રામવાસીઓમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.