હાલાકી:25ગાળામાં ખાડો નહીં પૂરાતા સ્થાનિકોમાં રોષ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મચ્છર અને દુર્ગંધથી લોકો ત્રાહિમામ થયા

નવસારીના 25 ગાળા વિસ્તારમાં ગટરનો ખાડો નહીં પૂરાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. નવસારી વિજલપોર પાલિકાના વોર્ડ નંબર-13ના 25ગાળા વિસ્તારમા નગરપાલિકા દ્વારા ગટરના કામ માટે 3 સપ્તાહ પહેલા ખાડો ખોદવામાં આવ્યો હતો.

અગમ્ય કારણસર ગટર લાઈનનું કામ નહીં થતા પાલિકાના કર્મચારીઓ થોડું થોડું કામ કરી જતા રહેતા હતા. જેથી આ જગ્યાએ ખાડામાં વરસાદી પાણી ભરાવવાને કારણે મચ્છરોનો ત્રાસ અને દુર્ગંધથી લોકો પરેશાની ભોગવતા હતા. આ બાબતે સ્થાનિકોએ નગરપાલિકાના નગરસેવક વિજયભાઈ રાઠોડને ફરિયાદ કરી હતી. આમ છતાં તેમની સમસ્યા તરફ ધ્યાન નહીં આપતા સ્થાનિકોએ જણાવ્યું કે જો બે દિવસમાં આ ગટર લાઇનનું કામ પૂર્ણ નહીં થાય અને ખાડો પુરવામાં નહીં આવે તો આજ ગંદુ પાણી પાલિકા પ્રમુખના ઘરઆંગણે છંટકાવ કરીશું એવી ચીમકી ઉચ્ચારી હતી.

સોમવાર સાંજ સુધી કામ પૂર્ણ થશે
દશેરા ટેકરીના 25ગાળામાં ગટરના કામ બાબતે સ્થાનિકોએ મને જણાવ્યું હતું. આ બાબતે રવિવારે ગટર વિભાગના અધિકારી રાજેશભાઈનો સંપર્ક કરતા સોમવારે સાંજ સુધીમાં ગટરનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું છે. > વિજય રાઠોડ, નગરસેવક, વોર્ડ નં. -13

અન્ય સમાચારો પણ છે...