તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ધારાગિરિ બ્રિજ પર અજાણ્યા વાહને બુલેટને ટક્કર મારી, ચાલક ગંભીર

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પલસાણાથી નોકરી કરી ઘરે પરત ફરતા બનેલી ઘટના
  • ટક્કરથી બુલેટ ફંગોળાઇને બીજા ટ્રેક પર કારમાં અથડાયું

નવસારીના કાલિયાવાડી કુંભારવાડમાં સુભાષભાઈ પટેલ બે દીકરા સહિત પરિવાર સાથે રહે છે. તેમનો મોટો પુત્ર ફેનિલ પટેલ (ઉ.વ. 25) પલસાણામાં આવેલી એક કંપનીમાં નોકરી કરતો હતો. તે રાત્રિ નોકરી પૂરી કરી પરત તે થતો હતો ત્યારે તેની બુલેટ (નં. GJ-21-BP-1748)ને હા. નં. 48 પર ધારાગિરિ પુલ પર પાછળથી અજાણ્યા વાહનચાલકે તેની બુલેટને ટક્કર મારતા તે રસ્તા પર પડ્યો અને તેની બુલેટ ફંગોળાઈને સુરત તરફ જતા સામેના ટ્રેક પર પસાર થતી કાર (નં. GJ-21-CA-5233)ના બોનેટ સાથે અથડાઇ હતી. આ અકસ્માતને પગલે અડધો કલાક ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતમાં ફેનિલને માથા-શરીરના ભાગે ઇજા પહોંચતા નવાસારી બાદ સુરત હોસ્પિટલમાં ખસેડાયો હતો.

એક મિનિટ તો હું ગભરાઈ ગયો હતો
હું પલસાણા તરફ કાર લઈને જતો હતો ત્યારે ધારાગિરિના પુલ પરથી પસાર થતા અચાનક મારી કાર પાસે કંઈક અથડાયું હતું. કાર બંધ કરી બહાર આવી જોયું તો કારના બોનેટને બુલેટ અથડાતા કારને થોડું નુકસાન થયું હતું.એક મિનિટ તો હું ગભરાઈ ગયો હતો. > સંકેત સુરેશભાઈ, કારચાલક

અન્ય સમાચારો પણ છે...