આયોજન:ખેરગામના આછવણી ગામે સજીવ ખેતી જાગૃતિ શિબિર યોજાઇ

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો વૈજ્ઞાનિક ખેતી તરફ આગળ વધે અને ઝેરમુક્ત ખેત ઉત્પાદન પેદા થાય તે માટે અપીલ કરાઇ

ખેડૂતો વૈજ્ઞાનિક ખેતી તરફ આગળ વધે તથા ઝેરમુકત ખેત ઉત્પાદન પેદા થાય તે હેતુથી ભારત સરકાર દ્વારા દેશના બધા જીલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા ખેરગામના આછવણી ગામે એન.આર.ડે. ફાઉન્ડેશન, નવસારીના સહયગોથી સજીવખેતી જાગૃતિ શિબિર યોજાઈ હતી.

આ શિબિરમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું સ્વાગત કરતાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક ઉત્પાદનના વૈજ્ઞાનિક ર્ડા.કે.એ.શાહે જમીને ફળદ્રુપ બનાવવા તથા ગુણવતાસભર વધુ ઉત્પાદન મેળવવા અને ટકાઉ ખેતી કરવા માટે સેન્દ્રિય ખાતરોના ઉપયોગ અને મહત્વ વિશેની જાણકારી આપી હતી.

વધુમાં તેઓએ ખેડૂતોને જમીનમાં વિવિધ સેન્દ્રિય ખાતરો જેવા કે કોવાયેલ છાણિયું ખાતર, પ્રેસમડ, બાકમ્પોસ્ટ, અળસિયાનું ખાતર અને લીલો પડવાશના પાકો જેવા કે શણ, ડીઝલ, ચોળા, મગ વગેરેના ઉપયોગ કરવા ભાર મૂકયો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.પ્રભુ નાધકાએ વર્મીબેડના ઉપયોગ થકી અળસિયાનું ખાતર બનાવવા તથા તેમાં રહેલા પોષકતત્વો વિશેની જાણકારી આપી હતી.

વધુમાં તેઓએ અળસિયાનું ખાતર બધા જ પ્રકારના સેન્દ્રિય ખાતરોમાં અળસિયાનું ખાતર ઉત્તમ ગણાવીને આ ખાતર ખેત કચરા અને પાકના અવશેષોનો ઉપયોગ ચકી ફક્ત 3 મહિનામાં તૈયાર કરીને દરેક સીઝન બાતુમાં પાકમાં વાપરવાથી જમીનની ફળદ્રુપતા ટકાવી શકાય અથવા વધારી શકાય તેમ જણાવ્યું હતું.

આ શિબિરમાં આછવણી, વાવ, પાટી, ઢોલમ્બર, પાણીખડક, નારણપુર વગેરે ગામોમાંથી 120થી વધુ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લઈને ખેતીમાં મૂંઝવતાં પ્રશ્નો અંગેની જાણકારી મેળવી હતી. ઉરિયાત સર્વે ખેડૂતોને અળસિયાનું ખાતર બનાવવા માટે ગુજરાત સરકારના સજીવ ખેતી જાગૃતિ યોજના અંતર્ગત વર્મીબેડ પણ નિદર્શન પેટે આપવામાં આવેલ જેથી ખેડૂતો અળસિયાનું ખાતર બનાવી ખેતી પાકોમાં વાપરી અને તેના ફાયદાઓ વિશે જાણી શકે.

અન્ય સમાચારો પણ છે...