રજૂઆત:જામનગરમાં મહિલા કામદારો પર થયેલા હુમલાની તટસ્થ તપાસ કરો

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એટ્રોસિટી દાખલ કરવા કલેક્ટરને આવેદન
  • નવસારી વાલ્મિકી સમાજમાં રોષ ભભૂક્યો

તાજેતરમાં જામનગરમાં સિવિલ હોસ્પિટલમાં કોવિડ વિભાગ મહિલા કામદારો પર સિક્યુરિટી, પોલીસ દ્વારા હુમલો કરી ગંભીર ઇજા કરી હોય નવસારી વાલ્મીકિ સમાજ દ્વારા આ ઘટના અંગે તટસ્થ તપાસ થાય અને કસૂરવાર સામે એટ્રોસિટી મુજબ ફરિયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી હતી.

નવસારી વાલ્મિકી સમાજના પ્રમુખ બીપીનચંદ્ર રાઠોડ, સંજય સોલંકી, અમરત બાપુ સહિત વાલ્મિકી સમાજના અગ્રણીઓએ કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે જામનગરમાં જી.જી.હોસ્પિટલમાં આવેલ કોવિડ વિભાગમાં ફરજ બજાવતી મહિલા સફાઈ કામદારો પર હોસ્પિટલમાં ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીઓ, પોલીસ અને કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મચારીઓએ જાતિવિષયક ગાળો બોલી કથિત હુમલો કરીને ઇજા કરતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બાબતે તટસ્થ ન્યાયિક તપાસ થાય અને કસૂરવારો સામે એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવે તેમજ યોગ્ય વળતર તથા રક્ષણ આપવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...