તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • An Eye opening Incident For A Young Man Who Wants To Go Abroad, A Case Against A Tour Company Who Paid Rs 3.75 Lakh In The Name Of Sending A Young Woman To Dubai

છેતરપિંડી:વિદેશ જવા માંગતા યુવાઓ માટે આંખ ઉઘાડતો બનાવ,યુવતીને દુબઈ મોકલવાના નામે 3.75 લાખ પડાવતા ટુર કંપની સામે કેસ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયાના માધ્યમથી સંચાલક સાથે ઓળખાણ થઈ હતી દુબઈના સપના બતાવી પૈસા પડાવી લીધા

વિદેશી ચકાચૌંધથી અંજાઇ ને બહાર જવા માંગતા યુવાનો અવારનવાર પોન્જી સ્કીમ હેઠળ પૈસા ગુમાવી માથે હાથ દેવાનો વારો આવે છે,સાથે જ ઠગ કંપનીને મોં માંગ્યા દામ આપીને કોઈ પણ ભોગે વિદેશ જવાના સપના જોતા હોય છે ત્યારે નવસારી માં એક યુવતીએ સુરત ની ટુર એન્ડ ટ્રાવેલ્સ કંપનીને દુબઇ જવા માટે લાખો રૂપિયા આપતા કંપનીએ ચૂનો ચોપડતા યુવતીએ ટુર કંપની સામે પોલીસ કેસ કર્યો છે.

નવસારીના છાપરા રોડ પર રહેતી 24 વર્ષીય યુવતી સિમ્પલ પટેલે સુરતના ગ્લોબલ ગેટવે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક શોએબ વલીમિયા સામે ગ્રામ્ય પોલીસ મથકમાં પોલીસ કેસ કર્યો છે. જેમાં તેણીને દુબઈની વેઈન માઇગ્રેશન કંપનીમાં નોકરી અપાવવાના નામે 3.75 લાખ પડાવી લેતાં લાંબો સમય વિતવા છતાં દુબઈ ન મોકલી કે પૈસા પાછા ન આપી છેતરપિંડી કર્યાનો અહેસાસ થતાં યુવતીએ ઠગ ટ્રાવેલ્સ સંચાલક વિરૂદ્ધ ગ્રામ્ય પોલીસ મથકમાં કેસ કર્યો છે.

નવસારીમાં ચારથી વધુ વિદેશ જવા માંગતા યુવક અને યુવતીઓ છે કે જે આ બોગસ ટૂર એન્ડ ટ્રાવેલ્સ ચલાવતા સંચાલકના જાળમાં ફસાયા છે દુબઈની માઈગ્રેશન કંપનીમાં વિઝાનું કામ કરવા માટે મોટી સંખ્યામાં ભારતમાંથી કર્મચારીઓ ઉપલબ્ધ કરાવવા માટે સુરતના આ ટૂર એન્ડ ટ્રાવેલ્સ સંચાલકે મોટી સંખ્યામાં જરૂરિયાત મંદ લોકો પાસે પૈસા લીધા છે ત્યારે નવસારીની યુવતી પાસેથી પણ પાંચ જેટલા ટુકડા માં વિવિધ રજીસ્ટ્રેશન અને ખર્ચાઓ બતાવીને પૈસા પડાવી લીધા છે જેને લઇને યુવતીએ દુબઇ જવા માંગતી હોય અનેક વખત રજુઆત કરી હતી અને ટ્રાવેલ્સ કંપનીના સંચાલકે પૈસા બીજા વ્યક્તિને આપી દીધા હોવાનું રટણ કરી હાથ અદ્ધર કરી દેતાં મજબૂરીવશ યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ કેસમાં ફરિયાદી સિમ્પલ પટેલના જણાવ્યા મુજબ ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના સંચાલક સાથે ઓળખાણ થઈ હતી અને ત્યારબાદ તેની સાથે અન્ય યુવક અને યુવતીઓ પણ જોડાયા હતા સૌપ્રથમ વિઝા ને લાગતા કામ કરતી કંપની માં દુબઈમાં કામ મળશે તેવી લોભામણી વાતો કરવામાં આવી હતી અને 3.75 લાખ ટુકડે-ટુકડે પડાવી લીધા હતા ત્યારબાદ તમારું કામ થોડો વખત લંબાઇ રહ્યું છે તેવી હૈયા ધરપત આપ્યા બાદ લાંબો સમય વિતવા છતાં દુબઈ ન મોકલી કે રૂપિયા પરત ન કરતા મારે પોલીસ ફરિયાદ કરવાની નોબત આવી છે.

આ સમગ્ર મામલે તપાસ કરતા અધિકારી એન.બી.સોલંકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ આ છેતરપિંડી ની ઘટના લાગે છે અને તેમા આરોપીને વહેલી તકે ઝડપી લેવામાં આવશે યુવતીને દુબઈ મોકલવાનું સપના બતાવી તેને પૈસા લીધા હતા અને છેતરપિંડી કરતાં મામલે આગામી સમયમાં આરોપીની ધરપકડ થશે.

અન્ય સમાચારો પણ છે...