• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • An Elderly Man Crossing The Road Near Ramderi In Navsari Was Hit By A Bike In The Morning And Shifted To Hospital For Treatment.

CCTVમાં કેદ અકસ્માત:નવસારીની રામડેરી પાસે રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને બાઈક સવારે અડફેટે લીધા, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભોગ બનનાર તરફથી હજી સુધી પોલીસ ફરિયાદ નોંધાવાઈ નથી

નવસારી શહેરમાં બાઇકચાલકો બેફામ બની રહ્યા હોવાના બનાવ માં વધારો થયો છે. ત્યારે જુનાથાણા પાસે આવેલી શ્રી રામ ડેરી પાસે 70 વર્ષીય રિટાયર્ડ જયંતીભાઈ શાહ નામના વ્યકિતને એક બાઈક ચાલકે અડફેટે લઈ ફંગોળતા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે. અકસ્માતનો સમગ્ર બનાવ CCTVમાં કેદ થયો હતો.

અકસ્માત માં ભોગ બનનાર જયંતિ શાહ
અકસ્માત માં ભોગ બનનાર જયંતિ શાહ

નવસારી કોર્ટમાં રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા અને હાલ રિટાયર્ડ જયંતિ શાહ કોઈ સંબંધીને ત્યાં સુખડી વહેંચવા માટે જઈ રહ્યા હતા, ત્યારે શ્રીરામ ડેરીથી થોડે દુર તેઓ રસ્તો ઓળંગી રહ્યા હતા, તે સમયે જ એક બાઈક પર બે યુવાનો ફૂલ સ્પીડમાં પસાર થતા વૃદ્ધને અડફેટે લીધા હતા, જેથી વૃદ્ધને પગમાં ઇજા થવા પામી હતી, જયંતિ શાહના પરિવારજનોએ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા છે.

ઘટનાના સીસીટીવી વિડિયો વાયરલ થયા
ઘટનાના સીસીટીવી વિડિયો વાયરલ થયા

આ સમગ્ર મામલે વૃદ્ધના પુત્ર હાર્દિક શાહના જણાવ્યા મુજબ હાલમાં તેવો ઓરેંજ હોસ્પિટલમાં તેમના પિતાની સારવાર કરાવી રહ્યા છે અને જરૂરી રિપોર્ટની કાર્યવાહી શરૂ છે. પણ તેમના પિતાની તબિયત સ્થિર થતાં તેઓ બાઇક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરશે, હાલમાં સમગ્ર ઘટના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...