• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • An Application Was Made To The National Old Pension Restoration Federation Collector In Navsari Seeking The Outstanding Questions Of The Teachers.

પેન્શન શરૂ કરવા માંગ:શિક્ષકોના પડતર પ્રશ્નોની માંગ લઈને નવસારીમાં નેશનલ ઓલ્ડ પેન્શન રીસ્ટોરેશન ફેડરેશન કલેક્ટરને આવેદન આપ્યું

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકાર હજુ સુધી કર્મચારીઓ મુદ્દે નક્કર ઉકેલ લાવી શકી નથી

ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોની જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવા તથા અન્ય પડતર માંગ અન્વયે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ ગુજરાત, ભારતીય મજદૂર સંઘ, ગુજરાત તથા અન્ય સંગઠનની બનેલ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા આ ત્રીજા તબક્કાના આંદોલનમાં સમગ્ર રાજ્યમાં એક જ દિવસે જિલ્લા કક્ષાએ મથક પર કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.

પ્રશ્નો ઉકેલવા માટે માંગ
શિક્ષકોની પેન્શન સહિતના જે પડતર મુદ્દાઓ છે તેને લઈને ભૂતકાળમાં પણ આંદોલન કરવામાં આવ્યા હતા અને રેલી સ્વરૂપે કલેકટરને આવેદન આપી પડતર પ્રશ્નો ઉકેલવા માટે માંગ કરી હતી પરંતુ રાજ્ય સરકાર આ મામલે કોઈ સકારાત્મક ઉકેલ લાવી શકી નથી જેને પગલે પરિવાર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું.

રેલી સ્વરૂપે આંદોલન કરવાની ચીમકી
રાજ્યમાં તલાટી સહિતના સરકારી કર્મચારીઓએ જુની પેન્શન લાગુ કરવા માટે રાજ્ય સરકાર પર દબાણ લાવ્યું છે ત્યારે આ સમગ્ર મામલે રાજ્ય સરકાર હજુ સુધી કોઈ નક્કર ઉકેલ કે જવાબ આપી શકી નથી જેને પગલે અવારનવાર સરકારી મહામમાં કામ કરતા કર્મચારીઓ આંદોલનનું શત્રુ ગામે છે ત્યારે પરિવાર શિક્ષકોએ પણ જૂની પેન્શનને લઈને રેલી સ્વરૂપે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી આજે જિલ્લા કલેકટરને પ્રશ્નો ઉકેલવા રાહ નાખી છે.

અન્ય સમાચારો પણ છે...