તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:રામલામોરામાં દારૂનો વેપલો બંધ કરાવવા આવેદન અપાયું

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નશાખોરો અઘટિત માંગણી કરતા રોષ

નવસારીને અડીને આવેલા રામલામોરા ગામે દેશી અને વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા હોય તે બાબતે ગ્રામજનો પરેશાની વેઠી રહ્યા છે. જેથી ગ્રામજનોએ સોમવારે ગ્રામ્ય પીઆઈ અને એસપીને આવેદન આપીને રજૂઆત કરી હતી. જેમાં દેશી અને વિદેશી દારૂનુ વેચાણ સાંજનાં સમયે થાય છે. દારૂ પીવા બહારગામનાં લોકોની અવર જવર સાંજે થતી હોય છે. જેમાં દારૂ પીવાવાળા ગામની દીકરી-બહેનોની છેડતી કરી અઘટિત માંગણી કરી રહ્યા છે.

દારૂનું દુષણનાં કારણે આદિવાસી સમાજ છિન્નભિન્ન થઈ રહ્યો છે. બૂટલેગરો બેફામ બન્યા છે. રામલામોરા દેશી દારૂ અને બનાવટી તાડીનું વેચાણ કરી રહ્યા છે. આ બાબતે પોલીસ તુરંત કાર્યવાહી કરી ગ્રામજનોને નશાકારક વસ્તુઓથી બચાવે તેવી અપીલ કરી હતી.

પોલીસને અપાયેલી રામલામોરાનાં બૂટલેગરોની યાદી
આવેદનપત્રમાં બૂટલેગરનાં નામ ટીના નટુ, ઉષા વસંત, જયલી, જયંતિ ગોગો, ભરત ચીમન, રીતેશ કાળું, મુકેશ છોટુ અને બનાવટી તાડી બનાવનાર જયંતિ તાડીવાલો, પ્રકાશ નાથુભાઈ દેશી દારૂ વેચનાર અને દારૂ માટે ગોળ આપનાર બંસી મારવાડી,ભાગુ મારવાડી અને ભદ્રેશ ઘાંચી (તમામ રહે. રામલામોરા) વિરૂદ્ધ પગલા લેવા પોલીસને નામ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો