તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:નવસારીમાં ભાજપ મીડિયા વિભાગનો મહત્વાકાંક્ષી અભ્યાસ વર્ગ યોજાયો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી કમલમમાં શનિવારે નવસારી જિલ્લા તાલુકાના ભાજપા મીડિયા કન્વિનર તથા સહ કન્વિનરનો અભ્યાસ વર્ગના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહે પાર્ટી તરફથી થતા કાર્યક્રમોને પ્રજા સમક્ષ પહોંચાડવા મીડિયાનો મહત્વનો રોલ હોય છે તેમજ આવનાર વિધાનસભા-2022ની ચૂંટણીને અનુલક્ષીને પ્રવચન અને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ દક્ષિણ ઝોનના સહ કન્વિનર દીપિકાબેન ચાવડાએ જણાવ્યું હતું કે મીડિયાની જવાબદારી અને હોદ્દો ખૂબ જ મહત્વનો છે.

મીડિયા એ દેશની ચોથી જાગીર છે અને મહત્વનો એક સેતુ છે. પ્રજાલક્ષી યોજનાઓ અંગેની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ મીડિયા કરે છે. સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, પ્રિન્ટ મીડિયા દ્વારા રુલિંગ પાર્ટીની મહત્વકાંક્ષી યોજનાઓ પ્રજા સમક્ષ પહોંચે છે. દક્ષિણ ઝોનના મીડિયા વિભાગના કન્વિનર રાજેશભાઇ દેસાઈએ કાર્યક્રમને આગળ ધપાવતા જણાવ્યું હતું કે ભાજપ સંગઠનની રચના પેજ પ્રમુખથી લઇ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી રચવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે સંગઠનમાં ટોળાની નહીં પરંતુ અપેક્ષિત પરિણામ માટે કામ કરવાની વિચારધારા તથા નેમ હોવી જોઇએ. પાર્ટીની જનમાનસની પ્રજાલક્ષી યોજનાઓ પહોંચાડવાનું માધ્યમ એટલે મીડિયા. વધુમા તેમણે જણાવ્યું હતું કે સંયમ, શિસ્ત, સમય અને સંવેદના એ પત્રકારકતા માટે જરૂરી છે. વધુમાં દક્ષિણ ઝોનના પ્રવક્તા ડો. જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું કે મીડિયા એ લોકમત કેળવવાની પંચજ્ઞાનેન્દ્રીઓ છે.

અન્ય સમાચારો પણ છે...