અમિત શાહ આજે નવસારીમાં:કોંગ્રેસના ગઢ ઉનાઈથી અમિત શાહ આજે આદિવાસી ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવશે, 5 જિલ્લાના 50 હજાર લોકો જોડાશે

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્રમાં પાટીદાર અને કોળી મતદારોને રીઝવવાની કવાયત શરૂ થયા બાદ ભાજપે હવે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતદારોને રીઝવવા માટે ગુજરાત ગૌરવ યાત્રા સાથે આદિવાસી ગૌરવયાત્રાની શરૂઆત કરવા જઈ રહી છે. જેના ભાગરૂપે દેશના ગૃહ મંત્રી અમિત શાહ આજે ઉનાઈ ખાતે બે યાત્રાને પ્રસ્થાપન કરાવશે. ચીખલી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના ગામ ઉનાઈ ખાતેથી આદિવાસી યાત્રા હુંકાર ભરશે અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફરશે.આ યાત્રા 14 જિલ્લાના 27 સીટ પર ફરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં જે રીતે સભા ગજવી રહ્યા છે અને સૌરાષ્ટ્રના પાટીદારો અને કોળી મતદારોને આ વખતે ભાજપ તરફી વાળવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. તેવી જ રીતે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી મતદારો ધરાવતી 27 બેઠક ઉપર ભાજપ કબજો કરવા માટે મથામણ કરી રહી છે. જેના ભાગરૂપે ચૂંટણીના ચાણક્ય ગણાતા અમિત શાહને દક્ષિણ ગુજરાતના ઉનાઇમાં ઉતારવામાં આવ્યા છે અને કોંગ્રેસના ગઢમાં જ કોંગ્રેસને મત આપવાની રણનીતિ ગણવામાં આવી છે..

અન્ય સમાચારો પણ છે...