તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Amidst The Rainy Weather, Pleasant Weather In Girimathak Saputara, For The First Time In The Season, Sarpaganga Lake Overflowed.

સ્વર્ગ જેવો માહોલ:વરસાદ માહોલ વચ્ચે ગિરિમથક સાપુતારામાં આહલાદક વાતાવરણ, સીઝનમાં પહેલીવાર સર્પગંગા તળાવ છલકાયું

ડાંગ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો છે, વહેલી સવારથી વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારાનું વાતાવરણ અહલાદક બન્યું છે,

સાપુતારા સહિત ઘાટ માર્ગ ઉપર વાદળિયા વાતાવરણ વચ્ચે વાહન ચાલાવવામાં તકલીફ થઈ હતી લોકોએ હેડ લાઈટ ચાલુ રાખી વાહનો ચલાવવાની ફરજ પડી હતી.સીઝનમાં પહેલી વાર સર્પગંગા તળાવ છલકાતા નવાગામના સ્થાનિક રહીશો અને સાપુતારા હોટેલ સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસથી ડાંગ જિલ્લામાં ચોમાસીની ઋતુ ને લઈને કુદરતી સૌંદર્યને ચારચાંદ લાગ્યા છે, અટકીટકીને વરસતા વરસાદને પગલે ઘાટ માર્ગ ઉપર વાદળછાયુ વાતાવરણ રહેતા ઝીરોવીસીબીલીટી નો માહોલ રહ્યો હતો. જેના પગલે વાહન ચાલકોને મુશ્કેલી જણાઈ હતી, જોકે આજે પડેલા વરસાદ ને પગલે એક સમયે નવાગામ ના લોકો પાણી ની તંગી દૂર થઈ છે. એક સપ્તાહ પહેલા નવાગામના લોકો પીવાના પાણીની લઈને ચિંતા કરતા હતા ત્યારે આજે ગિરિમથક ખાતે આવેલ હોટેલો અને સ્થાનિક લોકોને આખું વર્ષ પાણી પૂરું પાડતા સર્પગંગા તળાવને છલકાતું જોઈ સ્થાનિકોમાં ખુશી જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...