નિર્ણય:કોવિડ મૃત્યુઆંકના વિવાદ વચ્ચે મૃત્યુ સહાય પ્રક્રિયા શરૂ

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક કામગીરી પંચાયત, પાલિકા કક્ષાએ
  • મૃત્યુ ખાતરી સમિતિનો નિર્ણય મહત્વનો

નવસારી જિલ્લામાં કોરોનાથી થયેલ મૃત્યુના આંકના વિવાદ વચ્ચે સોમવારથી કોવિડ મૃત્યુ સહાયની પ્રક્રિયા શરૂ થઈ છે. પ્રાથમિક કામગીરી પાલિકા અને ગ્રામ પંચાયત કક્ષાએ થશે.કોરોનામાં થયેલ મૃતકોના પરિવારોને સહાય ચૂકવવા સુપ્રિમ કોર્ટ દિશાનિર્દેશ સરકારને આપ્યા છે, જેને લઈ સરકારે કોવિડ મૃત્યુ સહાયની પ્રક્રિયા શરૂ કરી છે. નવસારી જિલ્લામાં પણ સોમવારથી સરકારી તંત્રમાં સળવળાટ શરૂ થયો હતો. મળતી માહિતી મુજબ કોવિડ સહાય અંગેની પ્રાથમિક કાર્યવાહી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કરાશે.

ગ્રામ્ય વિસ્તારના મૃત્યુના કેસમાં ગ્રામ પંચાયતોમાં તલાટી અને શહેરી વિસ્તારમાં નગરપાલિકાનો સંપર્ક કરવાનો રહેશે. કોવિડ-19 મૃત્યુ વિષયક ખાતરી સમિતિનું પણ ગઠન કરાયું છે,જેના અધ્યક્ષ નિવાસી અધિક કલેકટર છે અને તેની સાથે સમિતિમાં અન્ય 4 સભ્યો પણ હશે.

આ સમિતિ સહાય અંગે મહત્વની ભૂમિકા ભજવશે. અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ નવસારી જિલ્લામાં પણ કોરોનાથી થયેલ મૃત્યુની ચોક્કસ સંખ્યા અંગે વિવાદ છે. સરકારના ચોપડે કોરોના પોઝિટિવ આવેલ 193 જણાનો મૃત્યુઆંક છે પણ તેમાં મહત્તમ નોન કોવિડ બતાવાયા છે. કોવિડથી થયેલ મૃત્યુઆંક તો ખૂબ જ ઓછો છે. બીજી તરફ સ્મશાનગૃહોમાં તો કોવિડ પ્રોટોકોલથી 1200થી વધુને અગ્નિદાહ અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...