ગ્રામજનોની હિંમતથી મહિલાઓની જીંદગી બચી:અંબિકા અને કાવેરી નદી ભયજનક સપાટીએ, ગણદેવીમાં નદીના પ્રવાહમાં 7 મહિલાઓ ફસાતા નાવડી દ્વારા રેસ્ક્યૂ

નવસારી3 મહિનો પહેલા
  • મોરલી ગામે નદી કિનારે ઘાસ કાપવા ગયેલી મહિલાઓ પાણીના પ્રવાહમાં ફસાઈ હતી

નવસારી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે નદી-નાળાઓ છલકાયા છે. જિલ્લાના ચીખલી, ગણદેવી, વાંસદા, ખેરગામ તાલુકાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે. જેથી અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. આ વચ્ચે ગણદેવી તાલુકાના મોરલી ગામે નદી કિનારે ઘાસ કાપવા ગયેલી મહિલાઓ પાણીના પ્રવાહમાં ફસાઈ હતી. જેથી સ્થાનિકોએ નાવડી મારફતે આ મહિલાઓનું રેસ્ક્યૂ કર્યુ હતું.

ગ્રામજનોએ મહિલાઓને બચાવી લીધી
નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અંબિકા અને કાવેરી નદી ગાંડીતૂર બની છે. કાવેરી અને અંબિકા નદી ભયજનક સપાટીએ પહોંચી છે. ત્યારે ગણદેવી તાલુકાના મોરલી ગામ પાસે નદી કિનારે ઘાસ કાપવા ગયેલી મહિલાઓ નદીના પ્રવાહમાં ફસાઈ હોવાની માહિતી મળી છે. જેને લઈ ગામના સ્થાનિક યુવાનોએ નાવડી દ્વારા મહિલાઓને બચાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. નદીના વધતા પાણીમાં 7 થી વધુ મહિલાઓ ફસાઈ હતા. કાવેરી અને અંબિકા નદીમાં સતત જળસ્તરમાં વધારો થયો હતો. નદીના વધતા પાણીમાં 7 થી વધુ મહિલાઓ ફસાતા ગ્રામજનોએ નાવડી મારફતે તેઓનું રેસ્ક્યૂ કરી બચાવી લીધી હતી.

નદી કિનારે ન જવા કલેક્ટરની સૂચના
ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કલેક્ટરે લોકોને નદી કિનારે ન જવા સૂચના આપી છે. તેમ છતાં પણ કેટલાક લોકો માછલી પકડવા તેમજ ઘાસચારો લેવા અથવા ખેતી કામ કરવા માટે નદી કિનારે જઈ રહ્યા છે જેના કારણે આ પ્રમાણેની ઘટનાઓ બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...